(એજન્સી) ચેન્નાઈ, તા.૧૯
ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુમાં એઆઈએડીએમકે સાથે આગામી ચૂંટણી માટે ગઠબંધન કર્યું છે, તે મુજબ રાજ્યની ૪૦ લોકસભાની બેઠકોમાંથી ભાજપ પ બેઠકો પર ચૂંટણી લડશે. ભાજપ તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં એઆઈએડીએમકે સાથે મળીને આગામી લોકસભાની ચૂંટણી લડશે, તેમ કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું. ગોયલે કહ્યું કે, ગઠબંધન તમામ ૪૦ બેઠકો પર વિજયી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી પન્નીરસેલ્વમ પણ ગઠબંધનના વિજયની આશા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તમિલનાડુ વિધાનસભાની ર૧ સભ્યોની પેટાચૂંટણી પણ સાથે મળીને લડશે. પીએમકે પણ ગઠબંધનમાં સામેલ હશે.

DNKના પ્રમુખે AIADMK-PMKના જોડાણની ઝાટકણી કાઢી કહ્યું કે, આ ગઠબંધન માત્ર આર્થિક લાભ માટે છે

(એજન્સી) ચેન્નાઈ, તા.૧૯
તમિલનાડુમાં આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ-એઆઈએડીએમકેના ગઠબંધનની જાહેરાત બાદ ડીએમકેના પ્રમુખ સ્ટાલિને કહ્યું કે, આ ગઠબંધન દેશના લાભ માટે નહીં પરંતુ તેમના આર્થિક લાભ માટે કરાયું છે. એઆઈએડીએમકે-પીએમકે ગઠબંધન દેશની પ્રજાનો વિચાર કર્યા વગર બનાવાયું છે. માત્ર પૈસા ખાતર ગઠબંધન થયા છે. પીએમકેના સ્થાપક રામદાસોએ અગાઉ એઆઈએડીએમકે સામે ભારે ગેરરીતિના આક્ષેપો કર્યા હતા. હવે તેઓ એઆઈએડીએમકે ગઠબંધનમાં જોડાઈ ગયા છે, તેમને શરમ નથી. ર૦૦૯માં પીએમકેએ તમામ બેઠકો પર હારનો સામનો કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અલગીરીએ પણ ગઠબંધનની ઝાટકણી કાઢી હતી. પીએમકે ગઠબંધનમાં જોડાયું તે દુર્ભાગ્યવશ છે. પીએમકે ઐતિહાસિક ભૂલ કરે છે. વીસીકેના નેતાએ ગઠબંધનને ભ્રમ બતાવ્યો છે.

૨૦૧૯ લોકસભાની ચૂંટણી : PMK, AIADMK-ભાજપના ગઠબંધનને તમિલનાડુમાં ટેકો આપશે

(એજન્સી) ચેન્નાઈ, તા.૧૯
નાયબ મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમે કહ્યું છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં પટ્ટાલી મક્કલ કચી (પીએમકે), એઆઈએડીએમકે અને ભાજપને ટેકો આપશે. પીએમકે ૬ લોકસભાની બેઠકો પર ચૂંટણી લડશે તેમજ તેને રાજ્યસભાની ૧ બેઠક અપાશે. પીએમકેનો ઉત્તર તમિલનાડુમાં ઓબીસી (પનિયાર) મતદારોમાં સારો પ્રભાવ છે, જ્યારે ર૧ સભ્યો માટેની પેટાચૂંટણીમાં પીએમકે, એઆઈએડીએમકેને ટેકો આપશે. વિધાનસભામાં ર૩પ બેઠકોમાં ર૦ બેઠકો ખાલી છે. ૧૩ સભ્યો ગેરલાયક ઠર્યા છે, જ્યારે બેનાં મૃત્યુ થયા હતા.