(એજન્સી)
ચેન્નાઈ, તા.૧૯
બાબરી મસ્જિદને લગતા સુપ્રીમકોર્ટના ચુકાદા વિરૂદ્ધ તામિલનાડુ તૌહીદ જમાતે એક વિશાળ રેલીનુું આયોજન કરતાં ચુકાદાને વખોડીને જણાવ્યું હતું કે, મસ્જિદને ફરી બાંધવાનો વાયદો પૂરો થયો નથી. સંગઠને જણાવ્યું હતું કે, મુસ્લિમોને જ્યારે આટલો બધો અન્યાય થાય છે ત્યારે એવી ધારણા બાંધવામાં આવે છે કે, મુસ્લિમોએ ચુકાદાને સર્વસંમતિથી સ્વીકારી લેવું જોઈએ. હવે આ બાબત એવું સમજાવે છે કે, તેમણે ઈતિહાસ ભૂલી જવો જોઈએ. હજારોની સંખ્યામાં રેલીમાં જોડાયેલા તામિલનાડુ તૌહીદ જમાતના લોકોએ આ સાથે ન્યાયની માગણી કરી હતી. સંગઠને ઉમેર્યું કે, સુપ્રીમકોર્ટે લાભના આધારે ચુકાદો આપવાને બદલે કાયદાના આધારે ચુકાદો આપવાની અમે આશા રાખતા હતા. મુસ્લિમો માટે આ ચુકાદો ભારે નિરાશાજનક છે જેઓ ન્યાય માટેની આશા રાખી રહ્યા હતા. તામિલનાડુ તૌહીદ જમાતે આ સાથે જ દેશના તમામ મુસ્લિમોને મસ્જિદ માટે આપવામાં આવેલી પાંચ એકર જમીન ન સ્વીકારવાનું આહ્વાન કર્યું હતું.
અયોધ્યા ચુકાદા વિરૂદ્ધ ચેન્નાઈમાં તામિલનાડુ તૌહીદ જમાતે વિશાળ રેલી યોજી

Recent Comments