(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૬
ન્યૂજર્સીની એક વેબસાઈટે શહેરના પહેલા શીખ મેયર રવિ ભલ્લાની વિકૃત તસવીર પ્રકાશિત કરી તેમને અરબ તાનાશાહ બતાવ્યા છે. ત્યારબાદ તેમને નસ્લીયરૂપે નિશાન બતાવાઈ રહ્યા છે. ન્યૂજર્સીની વેબસાઈટ હડસન માઈલ સ્કવાયરે હોલોકેનના મેયર ભલ્લાની તસવીર પ્રગટ કરી છે. જે હાસ્ય ફિલ્મ “ધ ડીકટેટર”માં બ્રિટનના અભિનેતા સાશા ખૈરન કોહેવ દ્વારા ભજવેલા પાત્રને મળતી આવે છે. આ તસવીર “રવિ ભલ્લા” ગોસ ટુ ધ મેટેરેસેસ ફોર હિઝ ટેકસ ઈન્ડીઝીઝ શિર્ષક હેઠળ છપાયેલા લેખનો હિસ્સો છે. જેમાં ભલ્લા પર વગર પરિષદ દ્વારા મંજૂરી નહી મળવા છતાં ફરીથી કર વધારવા પોતાના વિશેષ અધિકારોના ઉપયોગનો આરોપ લાગ્યો છે. વેબસાઈટના અનુસાર ભલ્લાએ ત્રણ ટકા કર વધારાનો પ્રસ્તાવ આપ્યો છે. પરિષદે ઘટાડી એક ટકો કરી દીધો છે. લેખમાં કહેવાયું છે કે હવે મેયર કાર્યાલય તેના પર કાપને પાછો લેવા દબાણ કરી રહ્યું છે.
શીખ કાર્યકર્તાઓએ આ તસવીરને નસ્લી બનાવી તેની ટીકા કરી છે. સામાજિક કાર્યકર્તા સીમરનજીતસિંહે ટ્‌વીટ કર્યું છે કે રવિ ભલ્લા અમેરિકી ઈતિહાસમાં મેયર તરીકે ચૂંટાનાર પહેલા શીખ છે. તેમને નસ્લી અપશબ્દો કહેવાય છે. લોકો તેમને આતંકવાદી કહે છે. તેમને અને તેમના પરિવારને જાનથી મારવાની ધમકીઓ મળી રહી છે. કોઈકે તેમની તસવીર વિકૃત બનાવી અરબ તાનાશાહ બતાવ્યા છે. જે નસ્લી અને ખોટું છે.