(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
ભારતમાં રિક્ષાવાળા ખૂણેખૂણામાં જોવા મળે છે. બધી રાજકીય પાર્ટીઓ ઓટો યુનિયનને આકર્ષવા માટે પોતાના બધા ટોટકાઓ અજમાવે છે. દિલ્હીની કેજરીવાલ સરકારે પણ રિક્ષાવાળાને કોંગ્રેસની શીલા દીક્ષિત સરકાર વિરૂદ્ધ એક અવાજ બનાવી ઉઠાવ્યા હતા. ત્યારબાદ ભાજપ સહિત બધી પાર્ટીઓનું ધ્યાન ગયું હતું.
એજ રીતે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં રિક્ષાવાળાએ દેશ-દુનિયાની વાતો લખીને સરકાર અને મીડિયા પર નિશાન સાધ્યો છે.
ફોટામાં રિક્ષા પર લખેલું છે કે, કીચડમાં પગ મૂકશો તો ધોવું પડશે, કમલને વોટ આપ્યો છે તો રોવું પડશે. રિક્ષા પરની આ શાયરી ભાજપ સરકાર પર સવાલ ઉઠાવે છે.