(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૨૦
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોન મેડિકલ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરાતો વધુ એક વીડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. હોસ્પિટલમાં સફાઈ કરતા કર્મચારીઓ દર્દીનું ડ્રેસિંગ અને ટાંકા લેતા હોવાનો વીડિયો વાયરલ થવા મામલે સિવિલ સર્જન દ્વારા તપાસના આદેશ અપાયા છે. ભરૂચ શહેર સિવિલ હોસ્પિટલમાં બે મહિના પછી ફરી એક વાર ઇજાગ્રસ્તને થયેલી ઇજા પર ટાંકા લેતો ૭૦૦૦નો પગારદાર સ્વીપર ફરી એકવાર મોબાઈલના કેમેરામાં કેદ થયો હતો. જેમાં આરએમઓ પણ કાર્યવાહી કરવાની બાંહેધરી મીડિયા સમક્ષ રજૂ કરી હતી. ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજમાંથી પસાર થઈ રહેલા મોટરસાઈકલ ચાલકને અકસ્માત નડતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેઓને લોહીલુહાણ હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઇજાગ્રસ્તની સારવાર ડોક્ટર કે પછી નર્સે સારવાર કરવાની હોય પરંતુ ડોક્ટરે સ્વીપરને ટાકા લેવા મજબૂર કર્યા હોય તેમ ફરી એક એકવાર ઇજાગ્રસ્તના ટાંકા સ્વીપર લેતો હોવાનો મોબાઈલ વીડિયો વાયરલ થતા ફરી એક વાર ભરૂચ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. સમગ્ર ઘટના અંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરવા સાથે હાલમાં સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તના ટાંકા લેતો સ્વીપર કેમેરામાં કેદ થયો !

Recent Comments