ભાવનગર, તા. ૧૧
આવતી કાલે ભાવનગરમાં ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની હાજરીમાં ફોરલેન રોડના ખાત મુહર્તના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સામે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ભાવનગરનું વહીવટ તંત્ર દોડતું થયું છે.
મળતી વિગત મુજબ પાટીદાર અનામત આંદોલન સમિતિના સંજય ડોંડાએ જણાવ્યું છે કે, સરકારે આંદોલનકારીઓ ઉપર ખોટા કેસો કરેલ તે હજુ સુધી પાછા ન લેવાતા અને વારંવારની રજૂઆતો બહેરા કાને અથડાતા આવતી કાલના સમગ્ર કાર્યક્રમની મજા બગાડવા અને મુખ્યમંત્રી સામે કાળાવાવટા ફરકાવવા તેમજ જય સરદાર જય પાટીદાર અને ફૂગ્ગા ઉડાડીને ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના નેતાઓ અને વહીવટી તંત્ર એડી-ચોડીનું જોર લગાવી રહ્યા છે. લોકોના ગુસ્સાને લઈ દબાણ હટાવ કાર્ય પણ ૧પ ઓગસ્ટ સુધી બંધ કરવામાં આવ્યું છે. ત્યારે પાટીદારોના રોષ અંગે વધુ ઘનિષ્ટ બંદોબસ્ત કરવા કમર કસી રહ્યા છે.