(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૭,
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ પાસે નૂર્મનાં મકાનોની સાઇટ પર પાણી ભરેલા ખાડામાં પડી જતાં શ્રમજીવી પરિવારનાં બાળકનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા બાપોદ પોલીસ દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગર ગૃહની બાજુમાં નૂર્મનાં મકાનોની સાઇટની બાજુમાં જ ઝુપડુ બાંધીને શ્રમજીવી પરિવાર રહે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી નૂર્મની સાઇટ બંધ પડી છે. જે સ્થળ પર નૂર્મના મકાનો બની રહ્યાં હતા તે પ્લોટ સ્કૂલ માટે રીઝર્વ હોવાથી સ્થાનિક લોકો હાઇકોર્ટમાં ગયા હતા અને લોકોએ સ્ટે લાવતા સાઇટ બંધ પડી છે. સાઇટ બંધ થયા બાદ કોન્ટ્રાકટર સાઇટ છોડીને જતો રહ્યો હતો. જે તે સમયે કામ ચાલતું હતું ત્યારે તળાવ જેવો મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. જેમાં વરસાદી ોન્ટ્રાકટર સાઇટ છોડીને જતો રહ્યો હતો. જે તે સમયે કામ ચાલતું હતું ત્યારે તળાવ જેવો મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. જેમાં વરસાદી પાણીનો ભરાવ થયો છે. આ ખાડા પાસે ગુરૂવારે સાંજે રાહિલ પલાસ નામનો ૧૦ વર્ષનો બાળક રમતો હતો. અને રમતા રમતા ખાડામાં પડી ગયો હતો. રાહિલ સાથે રમતા બાળકોએ આ અંગે રાહિલના માતા-પિતાને જાણ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે રાહિલને બચાવી શકાયો ન હતો. બાપોદ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.