(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૩
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના સલાબતપુરા,કતારગામ સહિતના વિસ્તારોમાં ફરાળી લોટના વિક્રેતાઓને ત્યાં ભેળસેળની આશંકાના પગલે લોટના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
સુરત મહાનગરપાલિકાના હેલ્થ કમિશનર આશિષ નાયકના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો બનાવી સેન્ટ્રલ અને કતારગામ ઝોનમાં ફરાળી લોટના વિક્રેતાઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરી છે. શ્રાવણ માસ અને તહેવારોને ધ્યાનમાં રાખીને ફરાળી લોટની માંગમાં વધારો થતો હોય છે. માંગને પહોચી વળવા માટે લોટ વિક્રેતાઓ દ્વારા ભેળસેળની આશંકાના પગલે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડી લોટના નમૂના લઈ ટેસ્ટિંગ માટે લેબમાં મુકવામાં આવ્યા છે. તહેવારો પૂર્વે અચાનક લોટ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરતા લોટ વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.આરોગ્ય વિભાગની તપાસમાં ફરાળી લોટમાં ભેળસેળ જણાશે તો તેવી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી હેલ્થ એન્ડ હોસ્પિટલ વિભાગના ડેપ્યુટી કમિશનર આશિષ નાયક દ્વારા આપવામાં આવી છે.
સુરત પાલિકાના આરોગ્ય વિભાગે ફરાળી લોટના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી

Recent Comments