(એજન્સી) પટના, તા.ર૩
નાઝરથ હોસ્પિટલ સોસાયટી દ્વારા સંચાલિત મોકામા બાલગૃહમાંથી ૭ બાળકીઓ ફરાર થઈ છે. જેમાંથી પાંચ બહુ ચર્ચિત મુઝફ્ફરપુર શેલ્ટર હોમ જાતિય ઉત્પીડન કેસની પીડિતા હતી.
આ ઘટના ત્યારે સામે આવી જ્યારે શનિવારે સેવાભાવિ સંસ્થા નાઝરથ હોસ્પિટલ સોસાયટીના મુખ્ય દરવાજાની જાળી કપાયેલી મળી. ત્યારબાદ બાળકીઓની ગણતરી કરતા જાણવા મળ્યું કે તેમાંની ૭ ગુમ છે.
પટના ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ કુમાર રવીએ કહ્યું કે સાત બાળકીઓના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. એમ તેમને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓગસ્ટ ઓડિટમાં જાતીય અત્યાચારના અહેવાલ બાદ આ પાંચ બાળકીઓને મુઝફ્ફરપુર સેવા સંકલ્પ વિકાસ સમિતિમાંથી ખસેડીને નાઝરથ હોસ્પિટલ સોસાયટી ખાતે ખસેડવામાં આવી હતી.