જૂનાગઢ, તા.૧૩
જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ પંથકનાં ખેડૂતોને પાકવિમામાં અન્યાય અને મગફળી કૌભાંડની તપાસ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાની આગેવાનીમાં યોજાયું અને સંમેલનમાં (૧) વિસાવદર-ભેંસાણ અને જૂનાગઢ પંથકનાં ખેડૂતોને ગત વર્ષનો પાકવીમો નજીવો મંજૂર કર્યો છે અને બાકી રહી ગયેલા ગામોને રાતીપાઈ પણ આપેલ નથી. તે મંજૂર થયેલ છે તે અને બાકી રહી ગયેલા ગામોને ૮૦ % પાકવીમો મંજૂર કરવા, (ર) ખેડૂતોને રાત્રિના વીજળી આપવામાં આવે છે તે દિવસે ૧ર કલાક વીજળી આપવામાં આવે તેમજ (૩) ખેડૂતોનાં ઊભા પાકમોલને જંગલી જાનવરો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે છે. તેમાં ખેડૂતોને ફેન્સીંગ જાળીની ૮૦ % સબસીડી આપવા અને (૪) ટેકાના ભાવની ખેડૂતોની વિવિધ જળસ ખરીદવા મંડળીનાં અમુક કૌભાંડિયા સંચાલકોને જવાબદારી સોંપવામાં આવે છે તેના બદલે ડાયરેકટ ખેડૂતના ખાતામાં વીઘે રૂા.પ,૦૦૦(પાંચ હજાર) જમા કરાવી દેવામાં આવે, (પ) ચાલુ વર્ષે પણ જંગલી જાનવરો અને મુંડા નામનાં રોગે મગફળીના પાકનું નિકંદન કાઢી નાખેલ છે. જે ચાલુ વર્ષનું પણ સર્વે કરાવી ૮૦ % પાકવીમો ખેડૂતોને મળે તે પ્રોસીજર અત્યારથી જ કરવામાં આવે તેમજ ખેડૂતોના મોઢે આવેલ કોળિયો સરકારની મહેરબાનીથી કૌભાંડીઓએ ઝૂંટવી લીધેલ છે. તે કૌભાંડ ભારતીય જનતા પાર્ટીની સામેલગીરી વગર શક્ય જ નથી. તે મગફળીના ગોડાઉનો તથા બારદાનોમાં આગ લગાવવાનું તથા મોટી ભેળવવાનાં કૌભાંડોનું સત્ય બહાર લાવવા ગુજરાત હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા તપાસ કરાવવામાં આવે જો રાજ્યની ભાજપ સરકાર આ સમગ્ર મગફળી કૌભાંડમાં દૂધે ધોયેલી હોય તો કેમ વહેલી તકે તપાસ હાઈકોર્ટના સીટીંગ જજને સોંપતી નથી ? તેવું આક્રોશપૂર્વક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ અને વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાએ સભામાં સંબોધન કરેલ અને ૪૦૦૦થી વધારે ખેડૂત રેલીની માનવ મેદની સાથે વિસાવદર ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપેલ, આ તકે જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જોશી, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરા, ભેંસાણનાં ખેડૂત આગેવાન નટુભાઈ પોંઠિયા વિગેરે મોટી સંખ્યામાં નામી અનામી આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા હતા.