બોડેલી, તા.૧પ
બોડેલી તાલુકામાં ચાપરગોટા ગામે પોલીસ બંદોબસ્ત સાથે ગામસભા યોજવામાં આવી હતી જેમાં ગામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા ઉગ્ર માંગ ઉઠી હતી અને જ્યાં ભ્રષ્ટાચારની સઘન તપાસ ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાછતના નવા કામો ઠરાવ પસાર ન કરવા રજૂઆત કરાઈ હતી. બોડેલી તાલુકામાં પ્રથમ વખત ગામસભામાં પોલીસ બંદોબસ્ત હોય તેવું જોવા મળ્યું હતું.
બોડેલી તાલુકાના ચાપરગોટા ગામે છેલ્લા ઘણા સમયથી ગામ સરપંચ જૂથ અને ગ્રામજનોના જૂથ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ લડાઈ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગઈ છે. આજરોજ ચાપરગોટા ગામ પંચાયતની સામાન્ય ગ્રામસભા યોજાઈ હતી અને સભામાં અનીચ્છનીય બનાવ ન બને તે માટે અગાઉથી પોલીસ બંદોબસ્ત ગોટવી ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું જ્યારે ગામ સભા ચાલુ થતા ગામના એક જૂથે ગામમાં તળાવ ખોદવામાં અને શૌચાલયમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવાની ઉગ્ર માગ કરી હતી અગાઉ કરેલ રજૂઆતમાં હજુ સુધી કોઈ તપાસ કરવાની ઉગ્ર માગ કરી હતી. અગૌ કરેલ રજૂઆતમાં હજુ સુધી કોઈ તપાસ ન થતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો અને જ્યાં સુધી આગળના કામોની તપાસ ન થાય ત્યાં સુધી નવા કામો ના ઠરાવ પસાર ન કરવા રજૂઆત કરી હતી. ગ્રામનોએ આક્ષેપ મૂક્યો હતો કે, ગામમાં તળાવ ખોદવામાં મજૂરોમાં સરપંચે પોતાના જ પરિવારો નામે નાણાં ઉપાડેલ છે અને તે મજૂરો પૈકી એક મજૂર દોઢ બે વર્ષથી અપંગ હોવાથી ખાટલામાં પડેલ છે અને તેના નામે પણ પેસા ઉપાડેલ છે. ગ્રામસભામાં આવેલ અધિકારીએ ગ્રામજનોને તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું. ગામ સભામાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.