(એજન્સી) તા.૨૦
ઓરિસ્સાના નબરંગપુર જિલ્લામાં એકસ્પાયર્ડ થયેલા બિસ્કિટ ખાધા પછી સરકારી ગૃહ શાળાની ૪૦ છોકરીઓ બીમાર પડી હતી. બુધવારે નબરંગપુર જિલ્લા મુખ્ય મથકથી લગભગ ૧૩૦ કિ.મી. દૂર આવેલા ચાંદહાંડી બ્લોકના દાલાબેડા કન્યાશ્રમામાં વિદ્યાર્થિનીઓએ દુખાવાની ફરિયાદ કરી હતી. અધિકારીઓ મુજબ બુધવારે સાંજના નાસ્તામાં આપવામાં આવેલા બિસ્કિટ ખાધા પછી વિદ્યાર્થિનીઓને તાવ અને માથાના દુઃખાવો જેવી સમસ્યાઓ થઇ હતી જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓએ પેટમાં દુઃખાવો અને ઝાડા-ઉલ્ટીની ફરિયાદ કરી હતી. આ બધી છોકરીઓને રાત્રે ૯ વાગે ચાંદહાંડીના સ્વાસ્થ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. સૂત્રો પ્રમાણે આ વિદ્યાર્થિનીઓને જે ગ્લુકોજ બિસ્કિટ આપવામાં આવ્યાં હતાં તેની એકસપાયરી ડેટ પૂરી થઇ ગઇ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર ઘટનામાં તપાસના આદેશો આપ્યાં હતાં.