(એજન્સી) મુંબઈ, તા.ર૬
બિગ બોસ-૧રની વિજેતા શિલ્પા શિંદેનું માનવું છે કે, એસ ઓફ સ્પેસના પ્રખ્યાત યુ-ટ્યુબ સ્ટાર દાનિશ જેહનનો અકસ્માત રહસ્યપૂર્ણ છે અને એની તરત તપાસ થવી જોઈએ. શિલ્પાએ ટ્‌વીટ કરી દાનિશના મૃત્યુ બાબત અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. એમનું કહેવું છે કે, પોલીસે આ મામલાને ગંભીરતાથી લેવો જોઈએ. શિલ્પા શિંદેએ ટ્‌વીટ કરી લખ્યું, દાનિશ જેહનનો રહસ્યમય મૃત્યુથી હું આઘાતમાં છું. મારા તરફથી એમના કુટુંબીજનોને દિલસોજી પાઠવું છું. ભગવાન દાનિશના આત્માને શાંતિ આપે, પણ એ પોતે જ આ રચાયેલ અકસ્માતથી પડદો હટાવશે અને ત્યારે જ એમની આત્માને પણ શાંતિ મળશે. બીજી બાજુ દાનિશના કુટુંબીજનોનું કહેવું છે કે, અમુક મૌલાનાઓ એમની ઉપર દબાણો કરી રહ્યા છે કે એ દાનિશની યુ-ટ્યુબ ચેનલ ઉપર એક વીડિયો મેસેજ મૂકે જેમાં જણાવે કે દાનિશ ખોટા રસ્તે જઈ રહ્યો હતો જેથી અલ્લાહે એને સજા આપી છે. ર૧ વર્ષીય દાનિશ એક સારા વ્યક્તિ હતા. અકસ્માતમાં થયેલ મૃત્યુથી ફક્ત એમના કુટુંબીજનો જ નહીં પણ પ્રશંસકો પણ દુઃખી થયા છે અને એમને સોશિયલ મીડિયા ઉપર શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. દાનિશનું મૃત્યુ કાર અકસ્માતમાં થયું હતું. દાનિશના મૃત્યુની માહિતી વિકાસ ગુપ્તાએ સોશિયલ મીડિયા ઉપર આપી હતી. રિપોર્ટ મુજબ એમનો અકસ્માત નવી મુંબઈ પાસે સિઓન-પનવેલ હાઈવે ઉપર થયો હતો. એ કુર્લામાં એક લગ્ન સમારંભમાં હાજરી આપ્યા પછી મુંબઈ જઈ રહ્યા હતા.