(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૯
ઉના તાલુકાના ભડીયાદર ગ્રામ પંચાયતના સરપંચ દ્રારા પંચાયત હસ્તે થતાં કામોમાં ગેરરીતી કરી મનસ્વી વર્તન અને ગેરવહીવટ ચલાવાતો હોવાની ગ્રામ પંચાયતના મહીલા સભ્યોના પુત્રએ જીલ્લા વિકાસ અધિકારીને રાવ કરી તપાસની માગણી કરતા નાના એવા ગ્રામ પંચાયતની બોડીમાં ભારે ચકચાર ફેલાયેલ છે.
ભડીયાદર ગામના નરેશભાઇ ભીખાભાઇ સોલંકીના માતા લક્ષ્મીબેન ગ્રામ પંચાયતના સ્ત્રી સભ્ય હોય અને તેઓ અભણ કાયદાના અજ્ઞાન હોય તેનો લાભ ઉઠાવી પંચાયતની મિટીંગમાં બોલાવ્યા વગર પટાવાળા દ્રારા ખોટી સાચી વાતો કરી મિનીટબુકમાં સહીઓ લેવડાવેલ છે. તેવો પણ આક્ષેપ કરાયો છે.
પંચાયતમાં સરકારી નાણાં અનેક યોજના અંતર્ગત આવતા હોય અને આ નાણાંનો ગેરઉપયોગ કરી ગેરરીતી આચરવામાં આવતી હોય આ બાબતે સરપંચ પાસે સભ્ય રજુઆત કરે તો મનસ્વી રીતે વર્તન કરી ગામનું વાતાવરણ કલુસીત કરી ડરાવી ધમકાવી પોતાની સત્તાનો ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ મહીલા સભ્યના પુત્રએ પોતાની રજુઆતમાં કરેલ છે. જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ એવી પણ રાવ કરાયેલ છે કે પંચાયત કચેરી દ્રારા ખરીદી કરાયેલ એલઇડી લાઇટ રૂ. ૭ લાખ ૫ હજારની તા.૨૮/૬/૨૦૧૭માં ઉધારેલ તે બીલની રકમ તપસ્વી ટ્રેક્ટટર્સ ઉનાને ચુકવેલ છે. જે એજન્સી ઇલેક્ટ્રોનીક આઇટમ વેચતી નથી ? આ ઉપરાંત ગટર કામો, પાઇપ લાઇનના કામો, ખનીજ રેતી, પથ્થરો સહીત અનેક સરકારી ગ્રાન્ટોના કામોમાં નખાયેલા બીલો અને વાઉચર ખોટા હોય લાખો રૂપિયાના કામોમાં મોટા ભ્રષ્ટાચાર કરાયેલ અને આવા બીલો વાઉચરમાં એક જ વ્યક્તિના હસ્તાક્ષર હોવાનો પણ આક્ષેપ કરાયેલ છે. મોટા ભાગના વાઉચર બીલોમાં તલાટી મંત્રીની સહીઓ પણ નથી. આ અંગે તપાસ કરવા નરેશભાઇ ભીખાભાઇ સોલંકીએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરેલ છે.