(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧
અમરેલી જિલ્લાના લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના ચાલતી આંગણવાડીના ભ્રષ્ટાચારને ખૂલ્લો પાડવા વિજિલન્સ કમિશન દ્વારા ઝીણવટભરી તપાસ કરવાની માંગ કરતો પત્ર રાજ્યના મુખ્યમંત્રીને પાઠવ્યો છે
વિરજીભાઈ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીની સાથે મહિલા અને બાળવિકાસ મંત્રીને પણ પત્ર પાઠવી જણાવ્યું છે કે રાજ્યમાં તમામ આંગણવાડીમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે અને અને તમામ આંગણવાડીની તપાસ વિજિલન્સ કમિશન મારફત થવી જોઈએ.
વિરજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ શાસિત રાજ્ય આસામ તેમજ ઉત્તરપ્રદેશમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આંગણવાડી કેન્દ્રોમાં આચરવા આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્યની કેટલી આંગણવાડી રજીસ્ટર થયેલ છે ? તેમજ તેમાં લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ? તેની માહિતીની માંગવાની સાથે ગુજરાત રાજ્યમાં પણ આસામ અને ઉત્તરપ્રદેશની જેમ નકલી લાભાર્થીઓના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાની શક્યતા દર્શાવી છે.
તમામ આંગણવાડી કેન્દ્રમાં આધારકાર્ડ લિંક પદ્ધતિ વિકસાવવાની રજૂઆત ધારાસભ્યએ કરી છે. જેથી ભ્રષ્ટાચાર અટકાવી શકાય.