દરેક દેશની પોતાની એક આગવી ઓળખ હોય છે. કોઈ દેશ ભવ્ય વારસાથી અકબંધ હોય છે, તો કોઈ દેશ સંસ્કૃતિથી મઘમઘતો હોય છે, તો વળી કોઈ દેશ વેપારથી જગ વિખ્યાત હોય છે. એવા જ બે જુદા-જુદા દેશો કે જેની સંસ્કૃતિ, રહેણીકરણી તદ્દન જુદી છે, તેમ છતાંય કુદરતના સૌંદર્યને તસવીરમાં રજૂ કરતાં આ બંને દેશોમાં એક વાત સર્વસામાન્ય

પ્રથમ તસવીરમાં પાંદડાઓથી આચ્છાદિત તળાવના પાણીમાં ખીલતાં કમળના ફૂલોને ચૂંટી-ચૂંટીને એક ટોકરીમાં ભેગા કરવામાં આવ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. તસવીરમાં પ્રસ્તુત આ પ્રખ્યાત-સુગંધિત કમળના ફૂલો એ વિયેતનામની એક આગવી ઓળખ છે. દ્વિતીય તસવીર વિયેતનામના હાનોઈમાં આવેલા વેસ્ટ લેકની છે કે જ્યાં કમળના ફૂલોને ચૂંટીને તેનો એક ઢગલો કરવામાં આવ્યો છે. તાજાં-તાજાં કમળના આ પુષ્પોનો ઢગ જોઈ નીરસ વ્યક્તિ પણ હરખાઈ જાય એવું આ દૃશ્ય છે.