કેટલીક તસવીરો લાજવાબ હોય છે. તસવીરો પોતે જ એટલી અભિવ્યકત થતી હોય છે કે તેના માટે શબ્દોની જરૂર જ નથી પડતી. પ્રસ્તુત તસવીર નોર્ફોલીકમાં ફોટોગ્રાફર જેમી મેકઆર્થર દ્વારા લેવાયેલી છે. ‘નેચરલ કેટેગરી’ની ફાઈનલમાં પહોંચેલી આ તસવીર મેકઆર્થરે જે રીતે કલીક કરી છે તે જોઈને અદ્‌ભૂત બોલ્યા વિના રહેવાય નહીં. આમ તો ઉડતા ‘કિંગફિશર’ પક્ષીને તસવીરમાં કેદ કરવું ભારે કપરું કાર્ય છે જ્યારે અહીં તો કિંગફિશરને માત્ર ઉડતું જ નથી ઝડપ્યું પણ એ જેવું પાણીમાંથી માછલીનો શિકાર કરીને ઉડયું કે તરત જ તસવીરકારે તેના શિકાર એટલે કે ચાંચમાં રહેલી માછલી સાથે જ ઝડપ્યું હતું અને એ સમયે ઊડેલા પાણીના ટીપાંઓને પણ આબાદ ઝડપી લીધા હતા. ખરેખર તો એમ કહેવું પડે કે શિકાર કરતા કિંગ ફિશરની સાથેની જીવંત તસવીર ઝડપીને મેકઆર્થરે તસવીરનો શિકાર કર્યો છે.