(એજન્સી) તા.ર૭
જીયો, એરટેલ સહિત તમામ ટેલિફોન કંપનીઓને સરકારે આધાર અંગે મોટો આંચકો આપ્યો છે. વાણિજ્ય મંત્રાલયે કંપનીઓને તાત્કાલિક ધોરણે ઈકેવાયસી માટે આધાર નંબરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આધારનો ઉપયોગ સીમ જારી કરવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.
હવે સરકારના આ આદેશ પછી ટેલિફોન કંપનીઓનો મોબઈલ વેરિફીકેશન કરાવવામાં ખર્ચ વધી જશે. કારણ કે તેમણે ફરીથી વેરિફીકેશન કરવા માટે તકની પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડશે.
મંત્રાલયે વટહુકમ જારી કરતા જણાવ્યું કે કંપનીઓએ વેરીફીકેશન ઉપરાંત નવું સીમ જારી કરવામાં આધારનો ઈકેવાયસી તરીકે ઉપયોગ કરી શકાતો નથી. મંત્રાલયે કંપનીઓને પ નવેમ્બર સુધીનો સમય આપ્યો છે આ આદેશનું પાલન કરવા માટે તેની સાથે જ મંત્રાલયે કંપનીઓને જણાવ્યું છે કે તે કેવાયસી માટે આધાર સિવાય અન્ય ડિજીટલ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. પ્રક્રિયાને પેપરલેસ બનાવવા માટે કંપનીઓ ગ્રાહકનો ફોટો તાત્કાલિક પાડશે અને આઈડી પ્રુફને સ્કેન કરી શકે છે. આધાર નંબરની બંધારણીય કાયદેસરતાને જાળવી રાખવા સુપ્રીમ કોર્ટે ઘણી બધી સેવાઓ માટે તેનો ઉપયોગ યથાવત રાખ્યો છે. જો કે કોર્ટે કેટલીક સેવાઓમાં આધાર નંબરનો ઉપયોગ કરવો ગેરકાયદેસર ગણાવ્યો છે.
તાત્કાલિન પ્રધાન ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યવાળી બંધારણીય પીઠે ર૬ સપ્ટેમ્બર ર૦૧૮ના દિવસે આપેલા નિર્ણયમાં જણાવ્યું હતું કે આધારનું લક્ષ્ય કલ્યાણકારી યોજનાઓને સમાજના વંચિત વર્ગત સુધી પહોંચાડવાનું છે અને તે ના માત્ર વ્યક્તિગત ઉપરાંત સમુદાયના દૃષ્ટિકોણથી પણ લોકોના સન્માનનું ધ્યાન રાખે છે.
સુપ્રીમ કોર્ટે આધાર એકટના સેકશન પ૭ને હટાવી દીધી છે. આ સેકશનના કારણે જ મોબાઈલ કંપનીઓ અને બેન્ક આધાર નંબર દ્વારા ખાતુ ખોલતા હતા અથવા તો સીમ જારી કરતા હતા. ન્યાયાધીશ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર અને ન્યાયમૂર્તિ એ.કે. સીકરીએ આધાર પર નિર્ણય આપતા જણાવ્યું હતું કે બંધારણીય રીતે આધાર કાયદેસર છે.