માંગરોળ,તા.૪
ઉમરપાડા તાલુકામાં સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી યોજનાઓ જાહેર કરેલ છે અને તાલુકાના ગામોમાં અનેક વિકાસ કામો કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક રાજકારણીઓ કોન્ટ્રાકટરો તથા કેટલાક સંબંધિત અધિકારીઓના મેળાપીપણામાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એવા આક્ષેપ સાથે આજે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પંચાયત ઉમરપાડા સામે ધરણા નો કાર્યક્રમ યોજી આ પ્રશ્ને તૈયાર કરાયેલ આવેદનપત્ર ઉમરપાડાના ટીડીઓને આપવામાં આવ્યું છે.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ઉમરપાડા તાલુકાની દરેક પંચાયતમાં રોજગાર સેવકની નિમણૂક કરવામાં આવેલ છે જેમણે ફિલ્ડ મારફતે ચકાસણી કરી, ખેડૂતોને માહિતગાર કરવાના હોય છે છતાં આ કામગીરી થતા નથી અને તાલુકામાં નામચીન વેપારી સાથે કૂવા પાકા તળાવ પાકાપાળા જમીન લેવલીંગ વગેરે સાધનોનો ઉપયોગ કરી સરપંચો ઓન પેપર કામગીરી કરી રહ્યા છે પંચાયતો ઠરાવમાં જે કામો લેઈ છે એ થતા નથી ઉમરપાડા તાલુકાની મોટી ગ્રામ પંચાયતોનું વિભાજન કરવા માગ કરાઈ છે. ઈન્દિરા અને સરદાર આવાસના બાંધકામમાં ગુણવત્તા રહીત મટીરિયલ્સ વાપરવામાં આવે છે કોન્ટ્રાકટરો પોતાની મનસ્વી રીતે કામ કરી રહ્યા છે જમીન વિકાસના લેન્ડલેવલીંગના કામો પાકા તળાવોના ગત તા.ર૦-૬-ર૦૧૭ના કામો માત્ર કાગળ ઉપર થયા છે ઉમરપાડા તાલુકાના કેટલાક વેપારીઓને એક લાખ રૂપિયાના ખરીદ બીલો લઈ રપ ટકા રકમ વેપારીને આપી બોગસ બિલો લેવામાં આવે છે વન સમિતિઓમાં ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે એની તપાસ કરવા માગ કરાઈ છે. પ્રથમ ધરણા કર્યા બાદ ટીડીઓને આવેદનપત્ર અપાયું હતું આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, રામસિંહ વી. વાસાવા (તા.કો. સમિતિના પ્રમુખ) નટવરસિંહ વસાવા, નારસીંગ વસાવા વગેરેઓ હાજર રહ્યા હતા.