(એજન્સી) તા.ર
સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંઘે સોશિયલ મીડિયામાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પર થઈ રહેલા ટ્રોલની નિંદા કરતાં તેને સંપૂર્ણરીતે ખોટું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું આને સંપૂર્ણ રીતે ખોટું ગણું છું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ ટ્રોલ્સ અને અપશબ્દો બોલનાર લોકોની નિંદા કરી હતી. મમતા બેનરજીએ કહ્યું હતું કે, સુષમા સ્વરાજના વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર જે ભાષા વાપરવામાં આવે છે તેની હું નિંદા કરું છું. તેણી એક વરિષ્ઠ રાજકરણી છે. આપણે એકબીજાનું સન્માન કરવું જોઈએ અને અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, આંતરધર્મીય યુગલને કથિત રીતે હેરાન કરવા બદલ કરવામાં આવેલી પાસપોર્ટ કાર્યાલયના કર્મચારીની બદલી વિદેશ મંત્રી સુષમા સ્વરાજના ટ્રોલનું કારણ બની હતી.