તા.રર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં થોડા સમય પહેલા એક લપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીને ફોલાવી અને લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું મળતી માહિતી અનુસાર સ્થાન આ લપટિયા શિક્ષક દ્વારા અલગ-અલગ નામથી ટ્યુશન ક્લાસ ખોલવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની નિધિબેન મુકેશભાઈ ઉમર વર્ષ ૧૯ ત્યાં ટ્યુશનમાં જતી હતી ત્યારે આ લપટ શિક્ષક દ્વારા તેને લાલચ આપી ફોસલાવીને વિદ્યાર્થિનીનું અપહરણ કરવામાં આવ્યું હતું.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને આજુ બાજુના વિસ્તારના લુહાણા સમાજ દ્વારા પોલીસ અને અન્ય અનેક સ્થળોએ રજૂઆત કરવામાં આવી હતી છતાં આરોપી લપટ શિક્ષક હજુ સુધી પોલીસ પકડી શકી હતી નહીં ત્યારે આજે આ લપટ શિક્ષકને સીબીઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન, લીમડી ડીવાયએસપી અને આ વિદ્યાર્થિનીના પિતા દ્વારા આ લપટ શિક્ષકને પકડી પાડવા માટે ૧ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે અને આ લપટ શિક્ષકને પકડી પાડવા વિનંતી કરવામાં આવી હતી ત્યારે આજે સીબીઆઈ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.