(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
પ્રતિષ્ઠિત અંધજન શિક્ષણ મંડળના સંચાલકો દ્વારા શિક્ષકોનું આર્થિક શોષણ સામે શિક્ષકોએ બંડ પોકાર્યો છે. છેલ્લા સાત દિવસથી પગાર વધારાની માંગ સહિતના મુદ્દે શિક્ષકો હડતાળ ઉપર છે. છતાં પણ સંચાલકોના પેટનું પાણી પણ હલતું નથી. વિરોધ પ્રદર્શિત કરતા ઘોડદોડ રોડ સ્થિત અંધજન શિક્ષણ મંડળના શિક્ષકોએ જણાવ્યું હતું કે શિક્ષક સિવાયના અન્ય કર્મચારીઓને મોંઘવારીને ધ્યાનમાં રાખીને પગાર ચૂકવાય છે. શિક્ષકોની ગરીમા જળવાતી નથી. માત્ર લોક લાગણી જીતવા માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવે છે. અંધજન શિક્ષણ શાળાના શિક્ષકો ગત તા.૧૭-૪-૨૦૧૮થી હડતાળ ઉપર છે. પરંતુ સંચાલક મંડળ તરફથી કોઈ મળવા સુદ્ધા આવ્યું નથી. જ્યાં સુધી શિક્ષકોના પ્રશ્નો હલ નહીં થશે, ત્યાં સુધી શિક્ષકોએ લડત ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
શિક્ષકોે સાત દિવસથી હડતાળ પર હોવા છતાં સંચાલકોનું પેટનું પાણી હલતું નથી !

Recent Comments