સેંટ જોન્સ,તા.૮
આક્રમક બેટ્‌સમેન ક્રિસ ગેલ તેના ખાનગી કારણોસર ભારત વિરુદ્ધ વનડે અને ટી-૨૦ શ્રેણીથી બહાર રહેશે, જ્યારે વેસ્ટઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ દ્વારા ત્રણ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. વેસ્ટઇન્ડીઝ ટીમ ભારત વિરુદ્ધ અત્યારે બે ટેસ્ટ મેચ સીરીઝની પ્રથમ મેચ હારી ચૂક્યુ છે. તેને પાંચ વનડે અને ત્રણ ટી-૨૦ મેચો રમવાની છે. પ્રથમ વનડે ગુવાહાટીમાં ૨૧ ઓક્ટોબરે રમાશે. કીરોન પોલાર્ડ, ડેરેન બ્રાવો અને આન્ડ્રે રસેલ પણ ટી-૨૦ ટીમમાં પરત ફર્યા છે. ડ્‌વેન બ્રાવો અને સ્પિનર ??સુનીલ નરેન કોઈ પણ ફોર્મેટમાં સ્થાન મળ્યું નથી. વનડે ટીમના કેપ્ટન જેસન હોલ્ડર હશે, જ્યારે ટી-૨૦ ટીમની કપ્તાની કાર્લોસ બ્રેથવેટના હાથમાં રહેશે.
વનડે ટીમ :-
જેસન હોલ્ડર (કેપ્ટન), ફેબિયન અલેન, સુનીલ અંબરીશ, દેવન્દ્ર બિશુ, ચંદ્રપાલ હેમરાજ, શિમરોન હેટમેર, શાઇ હોપ, અલઝારી જોસેફ, એવિન લુઈસ, એશલે નર્સ, કીમો પાલ, રોવમેન પાવેલ, કેમાર રોચ, મર્લોન સેમ્યુઅલ્સ, ઓશાને થોમસ.
ટી-૨૦ ટીમ :-
કાર્લોસ બ્રેથવેટ (કેપ્ટન), ફેબિયન એલેન, ડેરેન બ્રાવો, શિમરોન હેટમેર, એવિન લુઇસ, ઓબેડ મૈકાય, એશલે નર્સ, કીમો પાલ, ખારી પિયરે, કીરોન પોલાર્ડ, રોવમેન પોવેલ, દિનેશ રામદિન, આન્ડ્રે રસેલ, શેરફાને રદરફોર્ડ, ઓશાને થોમસ.