(એજન્સી) નવી દિલ્હી, તા.૭
મ્જીહ્લમાંથી બરતરફ તેજબહાદૂર યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને લોકો ચોંકી ગયા છે. આ વીડિયોમાં તેજબહાદૂર યાદવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીવથી મારવાની વાત કહી રહ્યા છે તેની અવેજમાં તેઓ પ૦ કરોડની રકમ માંગી રહ્યા છે.
મીડિયા રિપોર્ટસ મુજબ આ વીડિયો બે વર્ષ જૂનો બતાવવામાં આવી રહ્યો છે. જો કે, ટીવી ૯ ભારતવર્ષ સોશિયમલ મીડિયામાં વાયરલ આ વીડિયોની સત્યપણાનું સમર્થન નથી કરતું.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તેજબહાદૂર યાદવ પોતાના કેટલાક મિત્રોની સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. તેજબહાદૂર યાદવ કંઈક ખાઈ રહ્યા છે અને ત્યારે તેમની સામે બેઠેલો વ્યક્તિ કહે છે કે, એક સિપાહીને આટલી નોલેજ નથી હોઈ શકતી ત્યારે તેજબહાદૂર યાદવ બોલતા નજર આવે છે.
તેજબહાદૂર : મને પૈસા આપો હું મોદીને મારી નાખીશ.
મિત્ર : તો તમને મોદીને મારવામાં કોઈ મુશ્કેલી નથી.
તેજબહાદૂર : મને પ૦ કરોડ રૂપિયા આપો.
મિત્ર : પ૦ કરોડ ? તમને આટલા પૈસા ભારતમાં તો મળશે નહીં, હાં પરંતુ પાકિસ્તાનમાંથી મળી શકે છે.
તેજબહાદૂર : ના, હું એવું કામ નહીં કરૂં હું પોતાના દેશ પ્રતિ પ્રમાણિક છું પૈસા મારી માટે મહત્ત્વ ધરાવતા નથી.
મિત્ર : અરે હું તો એટલા માટે કહું છું કારણ કે, તે હમણા જ કહ્યું હતું.
તેજબહાદૂર : હાં, પરંતુ પોતાના દેશની સાથે ગદ્દારી નથી કરી શકતો. હું મારવા માટે તૈયાર છું જો કોઈ ભારતીય મને આટલા પૈસા આપે. ભાજપ પ્રકવતા જીવીએલ નરસિમ્હા રાવે આ મામલામાં પ્રેસ કોન્ફરન્સ યોજી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. નરસિમ્હા રાવે જણાવ્યું કે, “હું સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેજબહાદૂર યાદવના નિવેદનોથી સ્તબ્ધ છું. સપાએ તેમને વારણસીથી ઊભા કર્યા હતા. જો કે, વિવિધ કારણોસર તેમની ઉમેદવારી રદ થઈ ગઈ. આપણે લોકો જોઈ શકીએ છીએ કે કઈ રીતે તે પ૦ કરોડ રૂપિયાની અવેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર રચવાની ઈચ્છા દર્શાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બીએસએફથી બરતરફ સૈનિક તેજબહાદૂર યાદવને ગઠબંધન તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. વિવિધ કારણોસર તેમની ઉમેદવારી રદ કરી દેવામાં આવી હતી. હવે તેજબહાદૂરે સુપ્રીમ કોર્ટનું બારણુ ખખડાવ્યું છે. તેઓ આ વીડિયોમાં સંભળાતા અવાજને તેજબહાદૂર નકલી બતાવી રહ્યા છે.