(એજન્સી) હૈદરાબાદ, તા.૧૭
મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં તેલંગાણા રાજ્ય મંત્રીમંડળે રવિવારે કેન્દ્ર સરકારને અપીલ કરી કે તે અન્ય દેશોના લોકોને ભારતીય નાગરિકતા આપવામાં ધાર્મિક ભેદભાવની મદદ ના લે. મંત્રીમંડળે એક પ્રસ્તાવ પારિત કર્યો જેમાં કેન્દ્રને નાગરિકતા સંશોધન કાયદો (સીએએ)ને તાત્કાલિક સમાપ્ત કરવાનો આગ્રહ કરવામાં આવ્યો જે દેશના ધર્મનિરપેક્ષ તાણા-બાણાને બંધારણમાં નિહિત જોખમમાં નાંખે છે. કેન્દ્રને તમામ ધર્મોની સાથે સમાન વ્યવહાર કરવાનો આગ્રહ કરવા ઉપરાંત રાજ્ય વિધાનસભામાં એક પ્રસ્તાવ પસાર કરવાનો પણ નિર્ણય લીધો. આ પહેલાં સીએએના વિરોધમાં માત્ર કેરળ, પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળે જ પ્રસ્તાવ પસાર કર્યો હતો. રાજ્ય મંત્રીમંડળ જે અહીં પ્રગતિ ભવનમાં ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં મિલાએ સંપૂર્ણ રાજ્યના તમામ શહેરોમાં ર૪ ફેબ્રુઆરીથી શરૂ થનારા ૧૦ દિવસ માટે પટ્ટાના પ્રગતિ કાર્યક્રમ આયોજિત કરવા સહિત અન્ય કેટલાક નિર્ણય લેશે. તેણે પટ્ટાના પ્રગતિ કાર્યક્રમ પર વ્યાપક અને વિસ્તૃત ચર્ચા કરી.