(એજન્સી) હૈદરાબાદ, તા.૪
તેલંગાણામાં ૧૧ વર્ષીય બાળક ટીવી શોમાં દર્શાવતા આગના ખેલની નકલ કરવાનો પ્રયાસ કરતાં ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ પામ્યો. ૬ઠ્ઠા ધોરણમાં ભણતો રાપેલી કાલી વિશ્વનાથ નામનો આ બાળક હતો. ત્રણ દિવસ પહેલાં એણે ટીવીમાં એક રિયાલિટી શો જોયો હતો. એ શો પ્રમાણેનું વર્તન કરવા જતા એ ગંભીર રીતે દાઝયો હતો. બાળકે પોતાના મોંમાં કેરોસીન લીધું એ એના દ્વારા આગના ગુમટા બનાવી છોડવાનો પ્રયાસ કરવા માટે એણે આગ પ્રગટાવી જેથી આગ પ્રસરતા એ ગંભીર રીતે દાઝી ગયો અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો. એ પછી એને હૈદરાબાદ લઈ જવાયો જ્યાં એનું સારવાર દરમિયાન મોત થયું. રાપેલી બોર્ડિંગ સ્કૂલમાં ભણતો હતો અને રજાઓ ગાળવા દાદી (એજન્સી) હૈદરાબાદ, તા.૪
તેલંગાણામાં ૧૧ વર્ષીય બાળક ટીવી શોમાં દર્શાવતા આગના ખેલની નકલ કરવાનો પ્રયાસ કરતાં ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ પામ્યો. ૬ઠ્ઠા ધોરણમાં ભણતો રાપેલી કાલી વિશ્વનાથ નામનો આ બાળક હતો. ત્રણ દિવસ પહેલાં એણે ટીવીમાં એક રિયાલિટી શો જોયો હતો. એ શો પ્રમાણેનું વર્તન કરવા જતા એ ગંભીર રીતે દાઝયો હતો. બાળકે પોતાના મોંમાં કેરોસીન લીધું એ એના દ્વારા આગના ગુમટા બનાવી છોડવાનો પ્રયાસ કરવા માટે એણે આગ પ્રગટાવી જેથી આગ પ્રસરતા એ ગંભીર રીતે દાઝી ગયો અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો. એ પછી એને હૈદરાબાદ લઈ જવાયો જ્યાં એનું સારવાર દરમિયાન મોત થયું. રાપેલી બોર્ડિંગ સ્કૂલમાં ભણતો હતો અને રજાઓ ગાળવા દાદી પાસે આવ્યો હતો. એમના કુટુંબીજનોએ જણાવ્યું કે, એ ખૂબ જ હોંશિયાર હતો અને બધુ જાણવા ઉત્સુક હતો જ્યારે એણે ટીવી ઉપર આ સ્ટંટ જોયો એ પછી એની જેમ કરવા જતાં મોતને ભેટ્યો. ચાર મહિના પહેલાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી એમાં પણ આ જ રીતે ૬ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરનાર છોકરાનું મૃત્યુ થયું હતું.પાસે આવ્યો હતો. એમના કુટુંબીજનોએ જણાવ્યું કે, એ ખૂબ જ હોંશિયાર હતો અને બધુ જાણવા ઉત્સુક હતો જ્યારે એણે ટીવી ઉપર આ સ્ટંટ જોયો એ પછી એની જેમ કરવા જતાં મોતને ભેટ્યો. ચાર મહિના પહેલાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી એમાં પણ આ જ રીતે ૬ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરનાર છોકરાનું મૃત્યુ થયું હતું.