(એજન્સી) હૈદરાબાદ, તા.રર
તેલંગાણામાં લઘુમતીઓ નિવાસી શિક્ષણ સંસ્થાઓ (ટીએમઆરઈઆઈએસ)ના સેક્રેટરી બી.શફીઉલ્લાહએ જણાવ્યું કે તેમના છ વિદ્યાર્થીઓએ ઈતિહાસ સર્જ્યો છે. વિદ્યાર્થીઓને ર૩મીથી ર૬મે સુધી યોજાવનારી નાસાની ઈન્ટરનેશનલ સ્પેસ ડેવલોપમેન્ટ કોન્ફરન્સમાં જવાનું આમંત્રણ મળ્યુંછે.
આ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિકો સામેલ હશે.
વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ પ્રોજેક્ટને ફેબ્રુઆરી મહિનામાં નાસામાં મોકલવામાં આવ્યો હતો જેનો નાસાએ સ્વીકાર કર્યો છે. આ પ્રથમવાર હશે કે સરકારી સ્કૂલોમાંથી લઘુમતી નિવાસી સ્કૂલના વિદ્યાર્થીઓને આવા પ્રોગ્રામમાં જવાનો અવસર મળ્યો હોય. નિયુક્ત થયેલા વિદ્યાર્થીઓના નામ નીચે પ્રમાણે છે.
૧. સૈયદ ઈબ્રાહીમ અલી (ધો.૯, હયાતનગર બોયઝ સ્કૂલ)
ર. મેહવીન મોહમ્મદી (ધોરણ ૮, ગોલકોંડા ગર્લ્સ હાઈસ્કૂલ)
૩. સફા માહીન (ધોરણ ૧૦, ઈબ્રાહિમપટનમ ગર્લ્સ હાઈસ્કૂલ)
૪. ફિરોઝ હસન (ધોરણ ૮, ગજવેલ બોયઝ હાઈસ્કૂલ)
પ. મુસ્કાન તબસ્સુમ (ધોરણ ૯, ગજવેલ ગર્લ્સ હાઈસ્કૂલ)
૬. ફિરોઝ અહેમદ (ધોરણ ૯, સિરિલિન ગામપાલ્લય બોયઝ સ્કૂલ)
તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી મી. કેસીઆરએ બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. નિયુક્ત થયેલા વિદ્યાર્થીઓ હૈદરાબાદમાં યુએસ દૂતાવાસમાં વિઝા માટે જશે.