(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
આજથી છ વર્ષ પહેલાં પુનામાં સામાજિક કાર્યકર નરેન્દ્ર ડાભોલકરની હત્યા કરનાર આરોપીએ પોલીસ સમક્ષ કબૂલ કર્યું છે કે, તેણે ડાભોલકર પર બે વાર ગોળી છોડી હતી. પહેલાં કપાળમાં અને નીચે પડ્યા બાદ આંખમાં ગોળીમારી હતી. કર્ણાટક પોલીસ સમક્ષ કરેલી કબૂલાતમાં આરોપી શરદ કાલસકરે કહ્યું કે, તે ગોવિંદ પાનસેરા અને પત્રકાર ગૌરી લંકેશની હત્યા સાથે પણ જોડાયેલો છે. ર૦૧૮માં આરોપી કાલસકરની ધરપકડ કરાઈ હતી. ર૦૧૩માં નરેન્દ્ર ડાભોલકરની હત્યા કરાઈ હતી. ત્યારબાદ ર૦૧પમાં ગોવિંદ પાનસેરા અને એમ.એમ. કલબુર્ગીની કોલ્હાપુરમાં હત્યા કરાઈ હતી. મહારાષ્ટ્ર એટીએસએ શરદ કાલસકરની ધરપકડ કરી હતી.