(સંવાદદાતા દ્વારા)
માળિયામિંયાણા, તા.૫
માળિયા હળવદ હાઈવે પર જૂના દેવળિયા નજીક કચ્છ તરફથી અમદાવાદ તરફ જતું કેમિકલ ભરેલુ ટેન્કર દેવળિયા ચોકડી નજીક ડિવાઇડર પર ચડી જતા પલ્ટી મારી ગયું હતું. ટેન્કરમાં કેમિકલ જેવો પદાર્થ ભર્યો હોવાથી અચાનક આગ લાગી હતી. જેથી હાઈવે પર ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતા રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને હાઈવેની એક સાઈડ બ્લોક થઈ ગઈ હતી જેથી થોડીવાર માટે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અચાનક આગ લાગવાથી હાઈવે પર આજુબાજુ સળગ્યું હતું. જો કે, આ બનાવમાં કોઈ જાનહાની ન થઈ હોવાનું જાણવા મળ્યું છે.