વેલિંગ્ટન,તા.૯
આઈસીસી લાંબા સમયથી પ્રતિક્ષિત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ યોજનાને આ સપ્તાહ ન્યુઝીલેન્ડમાં યોજાનારી બેઠકમાં સ્વીકૃતિ આપી શકે છે. પાંચ દિવસીય ફોર્મેટની લોકપ્રિયતા વધારવા માટે એક ટેસ્ટ ચેમ્પિયનશિપની આવશ્યકતા છે કારણ કે મોટાપાયે દર્શકો ટેલિવિઝન અને મેદાન પર ટ્‌વેન્ટી-ર૦ મેચોને મહત્ત્વ આપી રહ્યા છે. પણ ફોર્મેટોના વિવાદ અને અમુક દેશોને થનારા નુકસાનની આશંકાઓને ધ્યાનમાં રાખીને હજી સુધી આનું લોન્ચિંગ ટાળવામાં આવી રહ્યું છે. સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ અનુસાર આઈસીસી નવ દેશોની ટેસ્ટ ચેમ્પિયનશિપની યોજના સાથે આગળ વધી છે અને શુક્રવારે ઓકલેન્ડમાં યોજાનારી બેઠકમાં આને મંજૂરી આપી શકે છે. તેના અનુસાર આ ચેમ્પિયનશિપના પ્રથમ સત્રની શરૂઆત ર૦૧૯માં થશે. જે બે વર્ષ સુધી ચાલશે અને તેની ફાઈનલ લોર્ડસના મેદાન ઉપર રમાશે.