કરાંચી, તા.ર૧
પાકિસ્તાનના પૂર્વ કપ્તાન જાવેદ મિયાંદાદે ટેસ્ટ ક્રિકેટમાં ટોસની પરંપરા સમાપ્ત કરવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. મિયાદાદે કહ્યું કે, આનાથી યજમાન ટીમો પોતાને માફક આવનારી પિચોના બદલે સારી પિચો બનાવવા પર ધ્યાન આપશે. એક અન્ય પૂર્વ કપ્તાન સલીમ મલીકે કહ્યું કે, આઈસીસીએ રમતની પરંપરા સાથે છેડછાની કરવી જોઈએ નહીં. મિયાદાદે કહ્યું કે, મને ટોસની પરંપરા સમાપ્ત કરવાના પ્રયોગમાં કોઈ ખામી દેખાતી નથી. તેમણે કહ્યું કે, આનાથી મેચ ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટ સારી પિચો પર રમાશે. આ મહિને મુંબઈમાં આઈસીસીની ક્રિકેટ સમિતિની બેઠકમાં આ અંગે વાત કરવામાં આવશે કે રમતમાંથી ટોસની પ્રથા બંધ કરવી જોઈએ કે નહીં. મલિકે કહ્યું કે, ટોસથી રમત વધારે રોચક બની જાય છે. આનાથી કપ્તાનની ચતુરાઈ અને ઉપયોગિતાની ઓળખ થઈ જાય છે. ટોસ સમાપ્ત કરવાના બદલે મેચ રેફરીઓ અને અમ્પાયરોની જેમ આંતરરાષ્ટ્રીય સ્તરના ક્યુરેટર પણ હોવા જોઈએ.