સુરત,તા.૧
શહેરના સલાબતપુરા વિસ્તારની કાપડ માર્કેટમાં આવેલી અનમોલ ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલી દિવાન ફેબ્રિક્સનાં સાથે વેપારી શંશાક શશીભાઈ જૈને (દિવાન ફેબ્રિક્સ), આરોપી રાજેશકુમાર શર્મા (ખુશી ફેશન, જયપુર), ત્રિકમચંદ માલી (સની ક્રિએશન જયપુર), લક્ષ્મી શર્મા (લક્ષ્મી ક્રિએશન જયપુર), સતીષકુમાર જૈન (મનપસંદ સાડી જયપુર), અમરચંદ શર્મા (પ્રિન્સ સાડી જયપુર), બાબુલાલ ગોલાદા (રિદ્ધિ સિદ્ધિ જયપુર), નરેન્દ્ર જૈન (કાપડ દલાલ, જયપુર) વિરૂદ્ધ ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ કાપડ દલાલ મારફતે ફરિયાદી પાસેથી રૂા.૩૯,૩૪,૦૨૬ની કિંમતનો કાપડનો જથ્થો ખરીધ્યો હતો. જેનું પેમેન્ટ ચૂકવવાને બદલે દુકાન બંધ કરી દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી એએસઆઈ અશોક મોતીરામે તપાસ હાથ ધરી છે.