(એજન્સી) તા.૪
ભારતીય જનતા પક્ષના ઉમેદવાર એસ.પી.સિંહ બઘેલએ આગામી લોકસભા ચૂંટણી માટે પોતાનું જાતિનું નકલી પ્રમાણપત્ર રજૂ કરીને મોટો વિવાદ સર્જ્યો છે. સ્થાનિક દલિત નેતાઓની સાથે સાથે વકીલોના સંગઠનોએ પણ તેમની સામે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટનો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે તેઓ ખોટી રીતે પોતાને અનુસૂચિત જાતિના સભ્ય ગણાવી રહ્યાં છે. જ્યારે બઘેલેએ ૨૦૧૭ની સાલમાં પોતે અનુસૂચિત જાતિનો હોવાનો દાવો કરીને તેને અનુસૂચિત જાતિ(એસસી) સમુદાયનો પ્રમાણપત્ર ઈશ્યૂ કરવા માગણી કરી તો અલ્હાબાદ હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે આ મામલે નેશનલ કમિશન ઓફ સિડ્યૂલ કાસ્ટ સમક્ષ મોકલી દીધો હતો. આ માહિતી આગરાના એડવોકેટ સુરેશ ચંદ્ર સોનીએ આપી હતી. તેઓ એક બિન સરકારી સંગઠનના ચેરમેન પણ છે.સોનીએ કહ્યું કે કોર્ટનો આદેશ હોવા છતાં બઘેલએ ખોટી રીતે એસસી સમુદાયનો સર્ટિફિકેટ બનાવી લીધો. તે દાવો કરી રહ્યો છે કે તે ધાનગઢ સમુદાયથી તરી આવે છે. જોકે બઘેલના એસસી સમુદાયના સર્ટિફિકેટનું અવલોકન પણ કરાયું હતું. જોકે આ મામલે ચૂંટણી પંચ સમક્ષ લેખિત ફરિયાદ કરીને જ ટોચના ચૂંટણી સંસ્થાનને તેમનું નોમિનેશન રદ કરી દેવાની માગણી કરવામાં આવી હતી. તદઉપરાંત ચૂંટણી પંચે આ મામલે મૌન સાધી લીધું હતું. તેણે આ મામલે કોઇ પ્રતિક્રિયા આપી નહોતી. આગરામાં જિલ્લા મેજિસ્ટ્રેસ્ટ અને રાજ્યના ચૂંટણી પંચને પણ આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ ત્યાંથી પણ કોઈ પ્રતિક્રિયા મળી નહોતી. અગાઉ ૨૦૧૭માં પણ બઘેલ જ્યારે યુપીની વિધાનસભા ચૂંટણીમાં ઉતર્યા હતા ત્યારે તેઓ ટુંડલાની અનામત સીટ પરથી ઉમેદવાર બન્યા હતા. ત્યારે પણ વિવાદ સર્જાયો હતો. સોની કહે છે કે બઘેલ અગાઉ મધ્યપ્રદેશથી આવ્યા હતા અને તેમની જાતિ ત્યારે ઓબીસી હતી. તે સપમાં જોડાયા અને ત્યારે જાતિનું પ્રમાણપત્ર પણ રજુ કર્યુ હતું. તે અસલમાં ઠાકોર છે. જોકે જાતિના પ્રમાણપત્રમાં તે પોતાને એસસી સમુદાયના ગણાવે છે.