મોટાભાગે શ્વાન અને બિલાડીને બનતું નથી. તેમની પ્રકૃતિ જ એકબીજા સામે ઘૂરકિયાં કરવાની છે. માણસો પણ જ્યારે અંદરોઅંદર ઝઘડતા હોય છે ત્યારે તેમને કૂતરા-બિલાડાની જેમ લડતા હોવાનું કહેવાય છે પણ જ્યારે પ્રચંડ શક્તિશાળી કુદરત પોતાનો પરચો બતાવે છે ત્યારે શક્તિશાળી માનવી પણ લાચાર બની જાય છે ત્યારે પ્રાણીઓનું પ્રકૃતિનું તો કેટલું ગજું ? પ્રસ્તુત તસવીરમાં દેખાય છે એમ પ્રચંડ ઠંડીને કારણે ઠૂંઠવાઈ રહેલા શ્વાન અને બિલાડીઓ લડવાની પ્રકૃતિ ભૂલીને એકબીજાને ચોંટીને બેસી ગયા છે કે જેથી તેમને એકબીજાની હૂંફ મળી રહે અને ઠંડીની તીવ્રતા ઘટે….પ્રાણીઓ પણ આવી સમજદારી બતાવીને એકતાની હૂંફ મેળવતા શીખી ગયા છે ત્યારે ખરેખર જેમને એક જ રહેવું જોઈએ એવા માનવીઓ અંદરોઅંદર લડતા ક્યારે બંધ થશે ???