(એજન્સી)  નવી દિલ્હી, તા.૩૧

કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ દરેક સંસ્થાનું ભગવાકરણ કરવાની કોશિશ કરાઈ રહી છે. દેશ જ નહીં પણ એશિયાના સૌથી પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાન ભારતીય જનસંચાર સંસ્થાન (આઈઆઈએમસી)માં પણ આના ચિહ્‌નો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. અત્રેથી પહેલા રપ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકાયા. જ્યારે આ વાતનો અહીંના શિક્ષક નરેન્દ્રસિંહ રાવે વિરોધ કર્યો તો તેમને પણ નોકરીમાંથી કાઢી મૂકાયા.  સંસ્થાનની વિવિધતા ખતમ કરવા અને અહીં ભગવાકરણ કરવાના ઉદ્દેશથી અબ અભ્યાસક્રમમાં પણ છટણી શરૂ કરી દીધી છે. આ કડીમાં વરિષ્ઠ પત્રકાર દિલીપ મંડલના પુસ્તક ‘મીડિયા કા અંડરવર્લ્ડ’ને અભ્યાસક્રમમાંથી હટાવી દેવાયું છે. આ મામલાની જાણકારી આપતા મંડલ જીએ લખ્યું છે….

શરમજનક !

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના આધીન કામ કરનાર ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC), જેને પત્રકારત્વ ટ્રેનિંગનું દેશનું સૌથી મોટું સંસ્થાન કહેવાય છે, એ પોતાના સિલેબસ (અભ્યાસક્રમ)માંથી મારા પુસ્તક ‘‘મીડિયા કા અંડરવર્લ્ડ’ને હટાવી દેવાયું છે આ પુસ્તક  ઘણા સમયથી ત્યાં અને ઘણા સંસ્થાનોમાં રીડિંગ્સમાં સામેલ છે. આ પુસ્તકને કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે મીડિયા ક્ષેત્રમાં દેશના સર્વશ્રેષ્ઠ લેખન માટે ભારતેંદુ હરિશચંદ્ર પુરસ્કાર આપ્યો છે. મંત્રી પોતે આવ્યા હતા પુરસ્કાર એનાયત કરવા, એના માટે  ૭પ,૦૦૦ રૂપિયા પણ માહિતી અને પ્રસારણ મંત્રાલયે મને આપ્યા છે.

કોઈ પુસ્તકને સિલેબસમાં રીડિંગ માટે મૂકવું કે ન મૂકવું. તે સંસ્થાનનો વિશેષાધિકાર છે, અને આ અંગે મને કંઈ કહેવું નથી. હું સત્તા પ્રતિષ્ઠાનના માત્રને  ભયની તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યો છું, જે નથી ઈચ્છતું કે લોકો વાંચે આટલા ભય સાથે તેઓ કેવી રીતે જીવી રહ્યા હશે ? લખેલા શબ્દોથી આટલો ડર ? શરમજનક !