ભારતીય, એશિયન અને અમેરિકાના પુરૂષો તથા મહિલાઓમાં સામાન્ય રીતે જોવા મળતા કમરના દુખાવાને ધ્યાનમાં રાખીને અમેરિકામાં કરવામાં આવેલું સંશોધન • નમાઝ દ્વારા હૃદયરોગ, મેદસ્વિતા અને તાણના જોખમને પણ ઘટાડી શકાય છે : મુખ્ય સંશોધક પ્રોફેસર મોહંમદ ખાસાવનેહ
વોશિંગ્ટન, તા. ૭
એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે, પાંચ વખતની નમાઝ પઢવાથી કમરના નીચલા ભાગમાં થતા દુઃખાવો મટી શકે છે. અમેરિકામાં થયેલા સંશોધન અનુસાર દરરોજ પાંચ વખતની નમાઝ દરમિયાન જે રીતે શારીરિક ક્રિયાઓ કરવામાં આવે છે તે સાંધાનો દુઃખાવામાંથી મુક્તિ મેળવવામાં શ્રેષ્ઠ છે. આ સંશોધન પેપર્સ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સિસ્ટમ એન્જિનિયરિંગમાં પ્રકાશિત કરાયું છે. ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં આશરે ૧.૬ બિલિયન મુસ્લિમો રોજ નમાઝ અદા કરે છે. આ દરમિયાન તેઓ પવિત્ર મક્કા શહેર તરફ વળીને નમાઝની ક્રિયાઓ કરે છે જેમાં ઘુંટણ પર બેસવું પણ સામેલ છે. આ સાથે જ ગરદન, કમર અને ઘુંટણને પણ કસરત મળે છે. પવિત્ર કુરઆનમાં પણ મુસ્લિમોને પાંચ વખતની નમાઝ પઢવાની તાકીદ કરવામાં આવી છે. સંશોધનમાં કહેવાયું છે કે, દરરોજ આવું કરવાથી હૃદયરોગ સાથે મેદસ્વિતાનું જોખમ પણ નહીવત થઈ જાય છે. સંશોધનના પ્રમુખ મોહંમદ ખાસાવનેહે જણાવ્યું હતું કે, નમાઝ દરમિયાન અપનાવાતી ક્રિયાઓને કેટલાક યોગ અને શારીરિક કસરતોમાં પણ ઉપયોગમાં લેવાય છે. નમાઝમાં કરાવાતી કસરતી ક્રિયાઓને કારણે કમરનો દુઃખાવો મટી જવાની સંભાવના રહે છે. આ સંશોધન ખાસ કરીને ઇસ્લામિક પરંપરાઓને અનુલક્ષીને કરવામાં આવ્યું હતું જેને યોગા તથા અન્ય કસરતો સાથે સાંકળીને લક્ષિત કરાયંું હતું. અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલી બિંઘેમટન યુનિવર્સિટીના મુખ્ય પ્રોફેસર ખાસાવનેહ ઉપરાંત પ્રોફેસર ફૈસલ અકલાન, પ્રોફેસર અબ્દુલ અઝીઝ અહેમદ પણ આ સંશોધનમાં સામેલ રહ્યા હતા. ખાસાવનેહે જણાવ્યં હતુ કે નમાઝથી શારીરિક લાભ તો થાય છે સાથે જ માનસિક તણાવ પણ ઘટે છે, આ સાથે જ જીવનશૈલી પણ સ્વસ્થ બને છે. આ સંશોધન ભારતીય, એશયનો તથા અમેરિકાના પુરૂષો તથા મહિલાઓમાં સામાન્ય રીતે જોવા મળતા કમરના દુઃખાવાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.
Recent Comments