(એજન્સી)                                                         તા.ર૭

ભમૂધ્ય સાગર પાર કરીને યુરોપમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા શરણાર્થીઓની નાવ ઊંધી કરવાના ષડયંત્ર હેઠળ ઈઝરાયેલી કોર્ટે ૫૬ લોકોને ૧૪ વર્ષ સુધીની કારાવાસની સજા ફટકારી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. નાવ ઊંધી કરવાના કાવતરામાં આશરે ૨૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ગત વર્ષે ૨૧મી સપ્ટેમ્બરના રોજ ઈજિપ્તના દરિયાકાંઠા પાસે નાવ ઊંધી ફરી વળી હતી. બચાવ દળના અધિકારીઓ અને માછીમારોએ ૧૬૯ લોકોના જીવ બચાવ્યા હતા. જોકે ૨૦૨ આ ઘટનામાં માર્યા ગયા હતા. જહાજને પરવાનગી વગર ઉપયોગ કરવા, સત્તાધીશો પાસેથી માહિતી છૂપાવવા, પીડિતો પાસેથી પૈસા પડાવવા અને ૨૦૨ યાત્રીઓની મોતના ગુના હેઠળ ૫૭ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે એક મહિલાને નિર્દોષ છોડી મૂકવામાં આવી હતી. ઉત્તરી ઈજિપ્તના બુર્ગ રાશીદ ગામ પાસે ભૂમધ્ય સાગરમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. નાવમાં  ઈજિપ્ત, સુદાની, સોમાલી શરણાર્થીઓ હતા જે હિજરત કરીને ઈટાલી જઈ રહ્યાં હતા. આ દુર્ઘટનાના એક મહિના બાદ ઈજિપ્ત સંસદે શરણાર્થીઓ પાસેથી દાણચોરી કરતા લોકો વિરૂદ્ધ ભારે દંડ વસૂલવાનો કાયદો ઘડયો હતો. ગત વર્ષે રેકોર્ડ ૫૦૦૦થી વધુ લોકો ભૂમધ્ય સાગરમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. એપ્રિલ મહિનામાં નાવ ઊંધી વળતાં ૫૦૦થી વધુ આફ્રિકી શરણાર્થીઓ માર્યા ગયા હતા જેમાં બાળકો પણ સામેલ હતા. લગભગ એકાદ વર્ષ પહેલાં યુરોપમાં શરણાર્થીઓનો ધસારો ઘટાડવા માટે યુરોપિયન સંઘ અને તુર્કી વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા. જેમાં તુર્કીશ-ગ્રીસ રૂટને બંધ કરાયો હતો. શરણાર્થીઓ હવે ઉત્તર આફ્રિકા થઈ ઈટાલીનો ભયાનક રૂટ ખેડવા મજબૂર બન્યા છે.