(એજન્સી)            નવી દિલ્હી, તા. ૨

ICSEની શાળાઓમાં ધોરણ ૬ ના પાઠ્યપુસ્તકમાં એક તસવીરમાં મસ્જિદોને અવાજને પ્રદૂષણ તરીકે દર્શાવવામાં આવતાં સોશિયલ મીડિયા પર વિવાદ પેદા થયો છે જેને પરિણામે પાઠ્યપુસ્તકના પ્રકાશકે માફી માંગવી પડી હતી અને તેમણે આ તસવીર ટૂંક સમયમાં હટાવી દેવાની ખાતરી આપી હતી. સેલિના પબ્લિશર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી વિજ્ઞાનની બુકમાં મસ્જિદોને અવાજનું પ્રદૂષણ કરતી દર્શાવવામાં આવી હતી. પ્રકાશક હેમંત ગુપ્તાએ સોશિયલ મીડિયાની સાઈટ પર લખ્યું કે તમામ લાગતાં વળગતાં લોકોને કહેવા માંગું છું કે અમે પાઠ્યપુસ્તકની બીજી આવૃતિમાં આ તસવીરને હટાવી દઈશું. તેમણ કહ્યું કે જો આને કારણે કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હોય તો તે બદલ અમે માફી માંગીએ છીએ. આ વર્ષના એપ્રિલમાં હિન્દી ફિલ્મોના ગાયક સોનુ નિગમે પણ એવું કહીને વિવાદ પેદા કર્યો હતો કે અજાનને કારણે મારી ઊંઘમાં ખલેલ પડે છે. સોશિયલ મીડિયા પર વારંવાર દર્શાવવામાં આવેલી આ તસવીરમાં ટ્રેન, કાર, વિમાન અને મસ્જિદને અવાજનું પ્રદૂષણ કરતાં સ્થળ અને વાહન દર્શાવવામાં આવી હતી. નાગરિકોએ એક ઓનલાઈન પીટિશન શરૂ કરી છે અને બૂકની પાછી ખેંચવાની માંગણી કરી છે. આ પહેલા પણ બોલીવુડના ગાયક સોનુ નિગમે એપ્રિલમાં એવું કહીને વિવાદ છેડ્યો હતો કે અઝાનને કારણે મારી ઊંઘમાં ખલેલ પડે છે અને તેનાથી હું જાગી જઉ છું તેને કારણે ખૂબ મોટો વિવાદ પેદા થયો હતો. ધોરણ ૧૨ ની એક બૂકમં પણ મહિલાઓ વિશે અભદ્ર વાત કરવામાં આવી હતી તેમાં એવું લખવામાં આવ્યું કે ૩૬-૨૪-૩૬ મહિલા શરીર માટે પરફેક્ટ બોડી આકાર છે. જેને કારણે પણ વિવાદ પેદા થયો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ આ તસવીર પર ખૂબ આક્રોશ વ્યક્ત કરીને તેને પાછી ખેંચી લેવાની માંગણી કરી હતી. પ્રકાશકને પણ તેની ભૂલ સમજાઈ હતી અને તેમણે માફી માંગીને આ બુકમાંથી તસવીર પાછી ખેંચવાની ખાતરી આપી હતી.