– ડો. ભરત ઝુનઝુનવાલા

દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના માપદંડ સ્થાપિત કરવા નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડેશન કાઉન્સિલ (નેક)ની રચના કરવામાં આવી છે. નેક દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર સમકક્ષ સંસ્થાઓની સાથે ભારતીય શિક્ષણ સંસ્થાનોનું સંયુક્ત મૂલ્યાંકન કરવામાં આવે. જેમ કે અમેરિકાની કાઉન્સિલ ફોર હાયર એજ્યુકેશન એક્રિડેશન દ્વારા અમેરિકી સંસ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ અમેરિકી સંસ્થા તથા ભારતની નેક દ્વારા ભારતીય શિક્ષણ સંસ્થાઓનું સંયુક્ત મૂલ્યાંકન કરવામાં આવશે. એનાથી નેક દ્વારા આપવામાં આવેલ અંક અમેરિકામાં માન્ય થઈ જશે. ભારતીય શિક્ષણ સંસ્થાનોને એ પણ ખબર પડી જશે કે વૈશ્વિક સ્તર પર તે ક્યાં રોકાય છે, સરકારના આ પગલાંનું સ્વાગત કરવું જોઈએ. દેશને આગળ વધારવા માટે આપણી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતું શિક્ષણ વૈશ્વિક માપદંડોને અનુરૂપ છે કે નહીં એની જાણકારી હોવી બહુ જરૂરી છે.

આઈટીઆઈ, આઈઆઈએમ તથા પસંદગીની કેન્દ્રીય યુનિવર્સિટીઓને છોડી દઈએ તો આપણા દેશમાં ઉચ્ચ શિક્ષણ કથળેલ છે. આ સ્થિતિની પ્રામાણિક જાણકારી હોય એ પણ સારી વાત છે. પરંતુ એનાથી પણ વધુ જરૂરી છે કે આ સંસ્થાઓની સ્થિતિને સુધારવાના પગલાં ઉઠાવવામાં આવે. તમામ અભ્યાસ બતાવે છે કે સમસ્યાની શરૂઆત વાઈસ ચાન્સલરોની રાજકીય નિમણૂકોથી થઈ છે. મંત્રીઓએ પોતાની માનીતાને વાઈસ ચાન્સલર તરીકે નિમણૂક કરી દીધી. આ મહાનુભાવોએ ધ્યાન પોતાના માનીતાને પ્રોફેસરના પદ પર નિમણૂક કરવા પર હતી ના કે સંસ્થાની કાર્યકુશળતામાં સુધારો લાવવા. હલકા અધ્યાપક પ્રોફેસર બનાવવામાં આવ્યા. રિસર્ચ કરવું તો દૂર, એમના અભ્યાસમાં પણ રૂચિ નહોતી. જે પ્રોફેસર રિસર્ચ કરવા ઇચ્છતા હતા એમને સુવિધાઓ પ્રદાન કરાવવામાં વાઈસ ચાન્સલરે રસ દાખવ્યો નહીં. દિલ્હી યુનિવર્સિટીના એક એસોસિએટ પ્રોફેસરે જણાવ્યું કે લાંબા સમય સુધી એમને બેસવા માટે રૂમ પણ ઉપલબ્ધ નહોતી. વાઈસ ચાન્સલરને કહેવા પર જવાબ મળ્યો કે મેરી ક્યૂરીની જેમ સુવિધાઓ વગર પણ તમે રિસર્ચ કરતા રહો. પરંતુ દરેક વ્યક્તિ મેરી ક્યૂરી નથી હોતી. તમામ સાચા પ્રોફેસર આ માળખાગત વ્યવસ્થાઓના અભાવમાં શિથિલ થતા ગયા છે. વાઈસ ચાન્સલરોની આ મનમાનીના વિરોધમાં પ્રોફેસરોએ યુનિયનનો સહારો લીધો. પરિણામ સ્વરૂપ આપણી યુનિવર્સિટીઓ વાઈસ ચાન્સલરો તથા પ્રોફેસરોની વચ્ચે કુસ્તીનો અખાડો બની ગઈ છે. વર્તમાન સરકારે અકુશળ વ્યક્તિઓની નિયુક્તિ પર થોડો અંકુશ લગાવ્યો છે. પરંતુ આ પગલાંથી વિશેષ સુધારો આવશે એમાં મને શંકા છે કેમ કે હવે રોગ ફેલાઈ ચૂક્યો છે. જેમ કે ઠંડું પાણી પીવા પર રોક લગાવવાથી શરદીમાં સુધારો થઈ જાય છે પરંતુ નિમોનિયાનું રૂપ લીધા બાદ ઠંડું પાણી પીવા પર રોક લગાવવાથી સારવાર થઈ શકતી નથી. આપણી યુનિવર્સિટીઓની સંસ્કૃતિમાં અભ્યાસ અને રિસર્ચ કરવું જ સમાપ્ત થઈ ગયું છે. હાલમાં એક કેન્દ્રીય યુનિવર્સિટીના મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને લેક્ચર આપવાની તક મળી. વિભાગના પ્રમુખે જણાવ્યું કે પહેલા વર્ષમાં વિદ્યાર્થી ક્લાસમાં આવે છે પરંતુ બીજા વર્ષમાં આવવાનું બંધ કરી દે છે. મેં વિદ્યાર્થીઓ સાથે વાત કરી તો માલૂમ પડ્યું કે પ્રોફેસર પુસ્તક વાંચીને લેક્ચર આપે છે. વિદ્યાર્થીઓનું માનવું હતું કે જો પુસ્તકમાં જે લખ્યું છે એને જ સાંભળવાનું છેતો ઘેર બેઠા પુસ્તક વાંચી લઈશું. લેક્ચર સાંભળવાની શું જરૂર છે. કહેવાનો અર્થ એ છે કે લેક્ચરમાં રસપ્રદ, નવીનતા અને આકર્ષણ નહોતું. સત્ય તો એ છે કે પ્રોફેસરોને સ્વયં મેનેજમેન્ટનો અનુભવ નહોતો. તે રિસર્ચ પણ કરતા ન હતા. એમનું પોતાનું જ્ઞાન પુસ્તક સુધી જ સીમિત હતું. પુસ્તકની બહારની દુનિયાને તે કેવી રીતે ભણાવે ? આપણી યુનિવર્સિટીઓમાં આવા પ્રોફેસરોની બોલબાલા છે. આ પરિસ્થિતિમાં ઈમાનદાર વ્યક્તિને વાઈસ ચાન્સલર તરીકે નિયુક્તિ કરી દેવામાં આવે તો પણ તેમાં સુધારો લાવી શકશે નહીં. મેં સિત્તેરના દશકમાં યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મારા વિભાગમાં ૬૦ પ્રોફેસરોમાં માત્ર બેની નોકરી પાક્કી હતી. બાકી બધા પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર નિમણૂક કર્યા હતા. ચાર વર્ષ પછી એમના કાર્યોનું મૂલ્યાંકન થતું હતું. ત્યારે નક્કી થતું હતું કે એમના કાર્યકાળને વધારવામાં આવશે કે નહીં. દરેક કોર્સના અંતમાં વિદ્યાર્થી દ્વારા પ્રોફેસરનું પણ મૂલ્યાંકન કરવામાં આવતું હતું. પ્રોફેસરની પુનઃનિમણૂકના સમયે આ મૂલ્યાંકનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું. આ વ્યવસ્થામાં દરેક પ્રોફેસરનો પ્રયાસ રહેતો હતો કે તેઓ રિસર્ચ કરે અને વિદ્યાર્થીઓને સારી રીતે  ભણાવે નહીં તો એમની નોકરી પર સંક્ટ મંડરાતા લાગતા હતા. સરકારને જોઈએ કે બધી યુનિવર્સિટીઓમાં પ્રોફેસરોની નિયુક્તિ આ પ્રકાર પાંચ વર્ષો માટે કરે. સ્થાયી નિયુક્તિની પંરપરાને પૂર્ણતયા સમાપ્ત કરી દેવામાં આવે. ચાર વર્ષો બાદ પ્રોફેસરોનું મૂલ્યાંકન કોઈ બહારી સ્વતંત્ર સંસ્થા, વિદ્યાર્થી તથા ગુપ્ત રૂપથી અલગ-અલગ કરવામાં આવે. ત્યારે પ્રોફેસરોના હિતમાં હશે કે તે રિસર્ચ કરો અને ભણાવો. આજે સ્થિતિ એવી છે કે જો કોઈ પ્રોફેસર રિસર્ચ કરે છે તો તેઓ બીજા અકર્મણ્ય પ્રોફેસરોને બેનકાબ કરવા લાગે છે. પૂરો વિભાગ એને ફેલ કરવામાં લાગી જાય છે. સરકારને બીજા પગલાં ઓનલાઈન શિક્ષણના વિસ્તારને ઉઠાવવો જોઈએ. અત્યાર સુધીની શિક્ષણ પ્રણાલી ગુરુ-શિષ્ય પરંપરા પર આધારિત હતી. પ્રોફેસર વર્ગમાં લેક્ચર આપે છે અને વિદ્યાર્થી ભણતા હતા. ઈન્ટરનેટે આ પરંપરાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવી દીધો છે. અમેરિકાની અગ્રણી મેસેચૂસેટ્‌સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીએ સર્કિટ ડિઝાઈન પર એક મફત ઓનલાઈન કોર્સ ચલાવ્યો. આ કોર્સમાં ૧,પ૪,૦૦૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો. તેમને પોતાની સુવિધા અનુસાર ઈન્સ્ટીટ્યુટની ૭,૦૦૦ વિદ્યાર્થીઓએ કોર્સ પૂરો કર્યો. કોર્સ ભણવાના સોફ્ટવેર બનાવવામાં જે પણ શ્રમ થયો હોય, વિદ્યાર્થીઓને ભણવામાં અધ્યાપકોની જરૂરિયાત રહેતી નહોતી. સંભવ છે કે કેટલાક ટ્યૂટોરિયલ લેવામાં આવ્યા હોય પરંતુ એની જાણકારી મને નથી. આ પ્રકારે અમેરિકાની જ ફિનિક્સ યુનિવર્સિટીમાં આ સમયે ત્રણ લાખ વિદ્યાર્થીઓ ઓનલાઈન કોર્સ કરી રહ્યા છે. મુખ્ય વાત છે કે એક વખત કોર્સનું સોફ્ટવેર બની ગયા બાદ એનાથી લાખો વિદ્યાર્થીઓને ભણાવી શકાય છે. આજે આપણી આઈઆઈટીની ફી બે લાખ રૂપિયા પ્રતિવર્ષ છે. જો આ કોર્સને ઓનલાઈન કરી દેવામાં આવે તો આ ફી ૧૦,૦૦૦ રૂપિયા રહી જશે. આઈઆઈટીમાં પ્રવેશની ઝંઝટ પણ નહીં રહે. દરેક વિદ્યાર્થી માટે ખુલ્લો હશે કે તે કોર્સને ઓનલાઈન પૂરો કરે અને આઈઆઈટીની ડિગ્રીને પ્રાપ્ત કરી લે. આપણા દેશમાં સોફ્ટવેર બનાવવાની ક્ષમતા ચારે તરફ ઉપલબ્ધ છે. પરંતુ સ્થાપિત સંસ્થાઓ દ્વારા ઓનલાઈન કોર્સને આગળ વધારવામાં રૂચિ લે એમાં મને શંકા છે. વર્તમાનમાં કાર્યરત પ્રોફેસરોને સ્પષ્ટ દેખાશે કે ઓનલાઈન કોર્સ લાગુ કર્યા બાદ તે સ્વયં અપ્રાસંગિક થઈ જશે. જે પ્રકાર બેંક કર્મીઓએ બેંકમાં કોમ્પ્યુટરના ઉપોગનો વિરોધ કર્યો હતો એ જ રીતે સ્થાપિત યુનિવર્સિટીઓ દ્વારા ઓનલાઈન કોર્સનો વિરોધ થવાની પૂરી સંભાવના છે.  માટે સરકારને જોઈએ કે ઓનલાઈન કોર્સ બનાવવા અને ચલાવવાને સમાંતર વ્યવસ્થા બનાવે જેનાથી વર્તમાન યુનિવર્સિટીઓને શિથિલતા દેશના ભવિષ્યને લઈને ડૂબાડી ના શકે. આપણી ઉચ્ચ શિક્ષણનો સુધાર થશે તો વૈશ્વિક માપદંડો પર અમે સહજ જ અવ્વલ ઉતરશે. એના માટે વધારાનો પ્રયાસ કરવાની જરૂર જ નહીં રહે.