બીજી ટેસ્ટ મેચમાં પરિણામની શક્યતા ઓછી
ક્રાઇસ્ટચર્ચમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આજે રમત શક્ય બની ન હતી. વરસાદના કારણે રમત બગડી હતી જેથી હવે આ ટેસ્ટ મેચમાં પરિણામ આવવાની શક્યતા નહીવત દેખાઈ રહી છે. બાંગ્લાદેશના પ્રથમ દાવમાં ૨૮૯ રનના જવાબમાં
બીજા દિવસે રમત બંધ રહી ત્યારે ન્યુઝીલેન્ડે સાત વિકેટે ૨૬૦ રન કર્યા હતા. ન્યુઝીલેન્ડ હજુ ૨૯ રન પાછળ છે અને તેની ત્રણ વિકેટ હાથમાં છે. આજે ત્રીજા દિવસે એક પણ બોલ ફેંકાઈ શક્યો ન હતો જેથી બીજા દિવસની સ્થિતિ યથાવત રહી હતી. બીજા દિવસે રમત બંધ રહી ત્યારે નિકોલસ ૫૬ રન સાથે રમતમાં હતો. તે પહેલા રોસ ટેલર ૭૭ રન કરીને આઉટ થયો હતો. જ્યારે લાથમ ૬૮ રન કરીને આઉટ થયો હતો. બીજા દિવસે પણ નિર્ધારિત ૯૦ ઓવરની રમત શક્ય બની ન હતી. અત્રે નોંધનીય છે કે વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતે રમાઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના પાંચમાં અને અંતિમ દિવસે ન્યૂઝીલેન્ડે જોરદાર વાપસી કરીને આ મેચ જીતી લીધી હતી. જીતવા માટેના ૨૧૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે ઝડપથી બેટીંગ કરીને ૨૧૭ રન બનાવીને મેચ જીતી લીધી હતી અને આની સાથે જ બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી.
ક્રાઈસ્ટચર્ચ સ્કોરબોર્ડ
બાંગ્લાદેશ પ્રથમ દાવ : ૨૮૯
ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવ
રાવલકો.કમરૂલ બો.રબી ૧૬
લાથમ કો.નુરૂલ
બો.તકસીન ૬૮
વિલિયમ્સન કો.નુરૂલ
બો.રબી ૦૨
ટેલર કો.સબ બો.મિરાજ ૭૭
નિકોલસ અણનમ ૫૬
સેન્ટનર એલબી
બો.અલહસન ૨૯
વેટલીંગ બો.અલહસન ૦૧
ગ્રાન્ટહોમ બો.અલહસન ૦૦
સાઉથી અણનમ ૦૪
વધારાના ૦૭
કુલ (૭૧ ઓવરમાં સાત વિકેટે) ૨૬૦
પતન : ૧-૪૫, ૨-૪૭, ૩-૧૫૩, ૪-૧૭૭, ૫-૨૫૨, ૬-૨૫૬, ૭-૨૫૬.
બોલિંગ : તકસીન : ૧૭-૧-૬૪-૧, મિરાજ : ૧૬-૨-૫૧-૧, હુસેન : ૧૫-૨-૫૪-૦, રબી : ૧૩-૩-૪૮-૨, અલહસન : ૭-૦-૩૨-૩, સરકાર : ૩-૦-૧૦-૦.
Recent Comments