(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૧
સુરત શહેર જિલ્લામાં સતત ધીમી ધારે વરસતા વરસાદને કારણે વાદળછાયા વાતાવરણમાં ઝાપટા યથાવત રહેતા હિલસ્ટેશન જેવું માહોલ સર્જાયું છે. ઉકાઇ ડેમની સપાટી ૩૦૫.૭૬ ફૂટ ને ૨૮૨૬૨ કયુસેકની આવક નોંધાઈ છે.
દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના વઘઈમાં અને તાપી જિલ્લાના વાલોડ, વ્યારા, ડોલવણમાં નોંધાયો છે. આજે પણ સવારથી વાદળછાયા વાતાવરણમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગત ચોવીસ કલાક દરમ્યાન દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. કેટલાક તાલુકાઓમાં છ થી ચાર ઈંચ જેટલો મુશળધાર વરસાદ થયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.જેમાં બારડોલીમાં ૯૪ મીમી, ચોર્યાસીમાં ૮૨ મીમી, કામરેજમાં ૭ મીમી, મહુવામાં ૯૭ મીમી, માંડવીમાં ૪૩ મીમી, માંગરોળમાં ૨૬ મીમી, ઓલપાડમાં ૨૮ મીમી, પલસાણામાં ૭૩ મીમી સુરત શહેરમાં ૫૭ મીમી અને ઉમરપાડામાં ૭૦ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. આજે સવારે ૬ થી સાંજે ચાર વાગ્યા સુધીમાં ઉમરપાડામાં વધુ ૬૪ મીમી, માંડવીમાં ૩૮ મીમી, માંગરોળમાં ૩૦ મીમી, મહુવામાં ૧૫ મીમી અને બારડોલીમાં ૧૦ મીમી જેટલો વરસાદ ઝીંકાયો છ. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટની સામે આજનું રૂલ લેવલ ૩૩૫ ફૂટ છે આજે બપોરે ૧ વાગે ઉકાઈ ડેમની સપાટી ૩૦૫.૭૬ ફૂટ અને ડેમમાં ૨૮૨૬૨ કયુસેકની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી ૪૦ ફૂટ અને હાલ રૂલ લેવલથી ૩૦ ફૂટ જેટલો ખાલી છે. કાકરાપારની સપાટી ૧૬૧.૮૦ ફૂટ તેમજ ડીસ્ચાર્જ ૧૫૬૦૦ કયુસેક નોંધાયો છે. વિયર કમ કોઝવેની સપાટી ૬.૪૦ મીટર નોંધાઈ છે.
ડાંગ જિલ્લા ફ્‌લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમ્યાન આહવામાં ૫૫, વઘઈમાં ૧૬૪, સુબીરમાં ૬૮ અને સાપુતારામાં ૫૬મીમી વરસાદ નોંધાયો છે. મંગળવારે સવારે છ થી સાંજે ચાર વાગ્યા આહવામાં વધુ ૨૭મીમી, વઘઈમાં ૭૯મીમી, સુબીરમાં ૧૪મીમી અને સાપુતારામાં ૪૨મીમી વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લા ફ્‌લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમ્યાન વાલોડમાં ૧૩૩મીમી, વ્યારામાં ૧૩૭મીમી, સોનગઢમાં ૮૬મીમી, ઉચ્છલમાં ૪૬મીમી, નિઝરમાં ૧૭મીમી અને ડોલવણમાં ૧૦૨મીમી જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લા ફ્‌લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમ્યાન વલસાડમાં ૨૭મીમી, પારડીમાં ૨૩મીમી, વાપીમાં ૩૭મીમી, ઉમરગામમાં ૧૨મીમી, ધરમપુરમાં ૫૭મીમી અને કપરાડામાં ૭૭મીમી વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લા ફલડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ૨૪ કલાક દરમ્યાન નવસારીમાં ૫૯મીમી, જલાલપોરમાં ૪૯મીમી, ગણદેવીમાં ૩૮મીમી, ચીખલીમાં ૩૪મીમી, ખેરગામમાં ૨૦મીમી, વાંસદામાં ૫મીમી વરસાદ નોંધાયો છે.
ગત ચોવીસ કલાક દરમ્યાન દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં ૬ થી ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આજે સવારથી પણ ધીમી ધારે વરસાદ ઝીંકાઈ રહ્યાં છે.

ઉપરવાસમાં નોંધાયેલ વરસાદના કારણે ઉકાઈડેમની સપાટી વધી

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૧
ઉકાઈ ડેમના ઉપરવાસમાં તાપી નદીના કેચેમન્ટ એરિયામાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના તમામ ૨૧ ગેજસ્ટેશનમાં ભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે તાપી નદીમાં વરસાદી પાણીની નવી આવક શરૂ થઈ છે.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલક દરમિયાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ થયો છે. તાપી નદીના તમામ ૨૧ ગેજસ્ટેશનમાં લાંબા વિરામ બાદ સારો વરસાદ નોદ્વધાયો છે. ટેસ્કામાં ૨૯ મીમી, લખપુરીમાં ૨૭ મીમી, ચીખલધરામાં ૧૮૨ મીમી, ગોપાલખેડામાં ૫૩ મીમી, દેડતલાઈમાં ૬ મીમી, બુરહાનપુરમાં ૪૦ મીમી, યરલીમાં ૨૦ મીમી, હથનુરમાં ૨૯ મીમી, ભુસાવલમાં ૨૯ મીમી, ગીરના ડેમમાં ૨૪ મીમી, દહીગામમાં ૬૦ મીમી, ધુલીયામાં ૩૫ મીમી, સાવખેડામાં ૫૭ મીમી, ગીધાડેમાં ૩૨ મીમી, સારનખેડામાં ૩૩ મીમી, સેલગામમાં ૨૫ મીમી, ચીકલોદમાં ૩૭ મીમી, સાગબારામાં ૧૩ મીમી, ખેતીયામાં ૪૭ મીમી, નંદરબારમાં ૧૩ મીમી, નિઝામપુરમાં ૬ મીમી મળી કુલ ૮૬૫ મીમી અને સરેરાશ ૨૧ ગેજસ્ટેશનમાં ૪૧.૧૯ મીમી વરસાદ નોંધાયો છે. હથનુર ડેમની ભયજનક સપાટી ૨૧૪ મીટરની સામે આજે ૨૧૧.૩૦ મીટર સપાટી નોંધાઈ છે. હથનુર ડેમમાંથી તાપી નદીમાં ૪૫૪૬૮ કયુસેક પાણીનો ડિસ્ચાર્જ થઈ રહ્યાં છે. લાંબા વિરામ બાદ તાપી નદીના કેચમેન્ટ એરિયામાં વરસાદ નોંધાયો છે.