(એજન્સી) લંડન, તા.૧૭
બુધવારે બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મે અવિશ્વાસની દરખાસ્તથી બચી ગયા હતા. તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત ૩રપ વિરૂદ્ધ ૩૦૬ મતે સંસદે ફગાવી દીધી હતી. હાઉસ ઓફ કોમનો બ્રેક્ઝિટ ડીલ ફગાવી દીધી. બાદ વડાપ્રધાન થેરેસા મે અવિશ્વાસની દરખાસ્ત આવી હતી. જેમાં ૩રપ વિરૂદ્ધ ૩૦૬ મતે દરખાસ્તનો રકાસ થયો હતો. વિપક્ષી લેબર પાર્ટીએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. ૩રપ સભ્યોએ સરકાર તરફી મતદાન કર્યું. જ્યારે ૩૦૬ સાંસદોએ સરકાર વિરૂદ્ધ મતદાન કર્યું. વડાપ્રધાન થેરેસા મે યુરોપિયન સંઘથી બ્રિટનને અલગ કરવા માટે સમજૂતી કરી હતી. તે દરખાસ્તને મંજૂર કરાવવા સંસદમાં પ્રસ્તાવ લવાયો હતો. પરંતુ પ્રસ્તાવને સંસદે ફગાવી દીધો હતો. જેથી થેરેસાનો નૈતિક પરાજય થયો હતો. લેબરપાર્ટીના નેતા જેરમી કોર્બને કહ્યું કે થેરેસા સંસદમાં વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. તેમ કહી વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બુધવારે સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર છ કલાક ચર્ચા થઈ. ત્યારબાદ મતદાન થયું. જેમાં થેરેસા સરકાર સહેજમાં બચી ગઈ. થેરેસાની તરફેણમાં ૩રપ અને વિરોધમાં ૩૦૬ મત પડતા અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ. ર૪ કલાક પહેલાં થેરેસા મેની બ્રેક્ઝિટ ડીલના પ્રસ્તાવનો સંસદમાં રકાસ થયો હતો. પરંતુ બીજે દિવસે સાંસદોએ સરકારને સમર્થન કર્યું. તેથી થેરેસા માત્ર ૧૯ મતથી અવિશ્વાસનો પ્રસ્તાવ જીતી સરકાર બચાવવામાં કામ્યાબ થયા.
અવિશ્વાસના પ્રસ્તાવના રકાસ બાદ સંસદને સંબોધતા થેરેસાએ કહ્યું કે યુરોપિયન સંઘ માટે કરાયેલ જનમત સંગ્રહના પરિણામોનું પાલન કરવા અને દેશની જનતાને કરેલા વાયદા પૂરા કરવા તેમની સરકાર કામ કરતી રહેશે.
વડાપ્રધાન થેરેસાએ તમામ પક્ષોને અપીલ કરી કે તેઓ સાથે મળી બ્રેક્ઝિટ અંગે આગળનો રસ્તો શોધવા મદદ કરે. આપણે એવો ઉકેલ શોધવો જોઈએ કે વિકાસ કરવા લાયક હોય. જેને સંસદનું પૂર્ણ સમર્થન હોય. પરંતુ વિપક્ષના નેતા જેરમી કોર્બને કહ્યું કે કોઈપણ સકારાત્મક વાતચીત પહેલાં પ્રધાનમંત્રીએ નો ડીલ બ્રેક્ઝિટની સંભાવનાઓને રદ કરવી જોઈએ. કોર્બનનું કહેવું હતું કે સરકારે બિલકુલ સ્પષ્ટ તરીકે હંમેશા માટે યુરોપિયન સંઘ સાથે કોઈપણ સમજૂતી વગર અલગ થવાની સ્થિતિમાં થનારી બરબાદી અને તેના પરિણામોથી ફેલાનાર અરાજકતાની કોઈપણ આશંકાઓ દૂર કરવી પડશે. વડાપ્રધાન થેરેસાએ કહ્યું કે સોમવારે તેઓ એક નવો પ્રસ્તાવ લઈ સંસદમાં આવશે. જેથી બ્રેક્ઝિટ પર કામ કરવા અને એ સુનિશ્ચિત કરવા આ સદન પર બ્રિટનની જનતાનો વિશ્વાસ કાયમ માટે સદનના કોઈપણ સભ્ય સાથે કામ કરવા તેઓ તૈયાર છે.