હેનરી અને વાગનરની શાનદાર બોલિંગ રહી

ન્યુઝીલેન્ડના પ્રથમ દાવમાં વિના વિકેટે ૬૭ રન : ત્રીજા દિવસની રમત આજે નિર્ણાયક બને તેવી પ્રબળ સંભાવના

હેમિલ્ટન, તા.૨૬

હેમિલ્ટનના સેડાનપાર્ક ખાતે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે આજે દક્ષિણ આફ્રિકાના પ્રથમ દાવમાં ૩૧૪ રન ઓલઆઉટના જવાબમાં ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના ૬૭ રન બનાવ્યા હતા. રમત બંધ રહી ત્યારે લાથમ ૪૨ અને રાવલ ૨૫ રન સાથે રમતમાં હતા. ન્યુઝીલેન્ડ પ્રથમ ઇનિંગ્સમાં ૨૪૭ રન પાછળ છે અને તેની ૧૦ વિકેટ હાથમાં છે તે જોતા આવતીકાલે ત્રીજા દિવસે આ ટેસ્ટ મેચ વધુ રોમાંચક બની શકે છે. વરસાદગ્રસ્ત પ્રથમ દિવસે રમત બગડ્યા બ ાદ આજે બીજા દિવસે આફ્રિકાએ ઇનિંગ્સને આગળ વધારી હતી. ડીકોક ૯૦ રન કરીને આઉટ થયો હતો તે નર્વસ નાઇન્ટીનો શિકાર થયો હતો. ૧૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ડીકોકે આ રન બનાવ્યા હતા. આ ઉપરાંત પ્લેસીસ ૫૩ રન કરીને આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી હેનરીએ ૯૩ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે વાગનરે ૧૦૪ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.  આ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન પ્લેસીસે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ રમત ખૂબ ઓછી શક્ય બની હતી. વારંવાર ખરાબ હવામાન અને પ્રકાશના કારણે તકલીફ પડી હતી. ગઇકાલે દિવસ દરમ્યાન માત્ર ૪૧ ઓવરની રમત જ શક્ય બની હતી. આ ટેસ્ટ મેચમાં વરસાદ હજુ પણ રમત બગાડે તેવી શક્યતા દેખાઈ રહી  છે. આફ્રિકા હાલમાં ૧-૦ની મહત્વપૂર્ણ લીડ ધરાવે છે. આવી સ્થિતીમાં ન્યુઝીલેન્ડ પર ઘરઆંગણે જીત માટેનુ દબાણ રહેલુ છે. અગાઉ વેલિગ્ટનના બેસીન રિઝર્વપાર્ક  ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પ્રવાસી દક્ષિણ આફ્રિકાએ યજમાન ન્યુઝીલેન્ડ પર આઠ વિકેટ જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. તે પહેલા ડ્યુનેડિન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ વરસાદના પરિણામ સ્વરુપે પરિણામ વગર પુરી થઇ ગઇ હતી. તેના પરિણામ સ્વરુર ન્યુઝીલેન્ડના ક્રિકેટ ચાહકોને નિરાશા હાથ લાગી હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં બંને ઇનિંગ્સમાં શાનદાર દેખાવ કરનાર આફ્રિકાના ઓપનિંગ બેટ્‌સમેન એલ્ગરની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી.

આફ્રિકા પ્રથમ દાવ :

એલગર બો.ગ્રાન્ડહોમ      ૫

બ્રુયન કો.લાથમ બો.હેનરી        ૦

અમલા બો.ગ્રાન્ડહોમ       ૫૦

ડ્યુમીની કો.પટેલ

બો.હેનરી     ૨૦

પ્લેસીસ કો. લાથમ

બો. સેન્ટનર ૫૩

બાઉમાકો. રાવલ

બો. હેનરી    ૨૯

ડીકોક એલબી

બો. વાગનર ૯૦

ફિલાન્ડર કો. લાથમ

બો. હેનરી    ૧૧

મહારાજ કો. વેટલિંગ

બો. વાગનર ૯

રબાડા કો. વેટલિંગ

બો. વાગનર ૩૪

મોર્કેલ અણનમ      ૦૯

વધારાના     ૦૪

કુલ    (૮૯.૨ ઓવરમાં ઓલઆઉટ)    ૩૧૪

પતન  : ૧-૫, ૨-૫, ૩-૬૪, ૪-૯૭, ૫-૧૪૮, ૬-૧૯૦, ૭-૨૧૯, ૮-૨૪૯, ૯-૨૯૫, ૧૦-૩૧૪.

બોલિંગ : હેનરી : ૨૪-૨-૯૩-૪, ગ્રાન્ડહોમ : ૨૪-૪-૬૨-૨, વોગનર : ૨૫.૨-૨-૧૦૪-૩, પટેલ : ૭-૦-૩૦-૦, સેન્ટનર : ૯-૩-૨૪-૧.

ન્યુઝીલેન્ડ પ્રથમ દાવ :

લાથમ અણનમ     ૪૨

રાવલ અણનમ      ૨૫

વધારાના     ૦૦

કુલ    (૨૫.૩ ઓવરમાં વિના વિકેટે)    ૬૭

બોલિંગ : ફિલાન્ડર : ૮-૨-૧૫-૦, મોર્કેલ : ૭-૨-૧૩-૦, રબાડા : ૫-૧-૨૫-૦, મહારાજ : ૫.૩-૦-૧૪-૦