(એજન્સી)                                      નવી દિલ્હી,તા.૧૩

મુસ્લિમોની ટોચની નિર્ણાયક સંસ્થાએ કહ્યું છે કે ત્રણ તલાકની પ્રથાનો અંત લાવવા માટે લોકોની પ્રતિક્રિયા માટે મૂકવામાં આવેલ જાહેર પ્રશ્નાવલી ધાર્મિક લઘુમતીઓઓની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.

અહીં આ વિવાદના મુખ્ય ૧૦- પોઈન્ટ આપવામાં આવ્યા છેઃ

૧     સરકારે છેલ્લા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરતાં કહ્યું હતું કે તે મુસ્લિમ પુરુષોને ત્રણ “તલાક” કહીને તેમની પત્નીઓને છૂટાછેડા આપવા માટે પરવાનગી આપતા ત્રણ તલાકનો અંત કરવા માંગે છે.

૨. આ માટે એક પ્રશ્નાવલી ઑનલાઇન પોસ્ટ કરવામાં આવી છે જેમાં પૂછવામાવ્યું છે કે શું યુનિફોર્મ સિવિલ કોડ ભારતમાં દાખલ કરવો જોઇએ, એ માટે જનતાના પ્રત્યાઘાત માંગ્યા છે.

૩. આનો અર્થ એ છે કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ અને પારસીઓ જેવી અન્ય લઘુમતીઓ તેમના હાલના લગ્ન, છૂટાછેડા અને વારસા સહિત કુટુંબની બાબતો માટેના તેમના પોતાના સિવિલ કોડ અથવા કાયદા લાગુ કરવા માટેનો અધિકાર ગુમાવશે.

૪. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે ‘આ ગેરકાયદેસર છે’ કોર્ટનું કુટુંબના કાયદાઓમા કોઈપણ હસ્તક્ષેપ એ મુસ્લિમ સમુદાયના મૂળભૂત અધિકારોનો ભંગ છે.

૫. આ પ્રશ્નાવલીમાં “બધા શક્ય મોડેલો અને સમાન નાગરિક સંહિતાના નમૂનાઓ” પર જાહેર અભિપ્રાય લેવા માટે કાયદાકીય સુધારા પર સરકારને સલાહ આપતા નેશનલ લૉ કમિશન દ્વારા ઓનલાઇન મૂકવામાં આવ્યા છે.

૬. સરકાર કહે છે કે “અમે લઘુમતીઓ પર કોઈપણ બહુમતિના કાયદાઓ દબાણપૂર્વક લાદવા માંગતા નથી. જસ્ટિસ બી.એસ. ચૌહાણએ એનડીટીવીને કહ્યું કે “અમે અહીં લોકોની ઇચ્છા જાણવા ઈચ્છીએ છીએ. અમે જાહેર ડોમેનમાં પ્રશ્નાવલી મૂકી છે કે જેથી આ સાથે સંલગ્ન લોકો પોતાની પ્રતિક્રિયા આપી શકે”

૭. લોકો તેમના અભિપ્રાય આપી શકે છે, પરંતુ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ પ્રશ્નાવલીનો બહિષ્કાર કર્યો છે અને વિરોધ કરતાં એવો દાવો કર્યો છે કે આ કૃત્ય સાબિત કરે છે કે કાયદા કમિશન એક સ્વતંત્ર સંસ્થા તરીકે નહીં પરતું “સરકારના એક એજન્ટ” તરીકે કામ કરે છે.

૮. સરકારે કહ્યું છે કે ત્રણ તલાક એ સ્ત્રીઓની સમાનતા, તેમજ તેમના ગૌરવ અને અધિકારનું ઉલ્લંઘન કરે છે, અને “બિનસાંપ્રદાયિક દેશમાં આ કાયદો ચલાવી શકાય નહીં.”

૯. આ અરજી મુજબ સુપ્રીમ કોર્ટ બીજા મુદ્દાઓ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે જેમાં બહુપત્નીત્વનો અંત અને ‘હલાલા’ ના કાયદા જેમાં મુસ્લિમ મહિલા છૂટાછેડા પછી ફરી પાછી તેના પતિ સાથે રહેવા ઈચ્છે છે તો તેણીએ પ્રથમ એક બીજા માણસ સાથે લગ્ન કરીને તેની પાસેથી છૂટાછેડા લેવા પડે છે.

૧૦. મહિલા અધિકાર કાર્યકરો લાંબા સમયથી મુસ્લિમ અંગત કાયદામાં સુધારા માટે કહી રહ્યા છે. તેઓ કહે છે કે આ કાયદા મહિલાઓ સાથે ભેદભાવપૂર્ણ છે. તેઓ બહુપત્નીત્વ, એકપક્ષી છૂટાછેડા અને બાળ લગ્ન જેવા કાયદાઓની જગ્યાએ નવા સુધારા કરવા અને આ પ્રથાને ગુનો ગણવા માટે કહી રહ્યા છે.