(એજન્સી) કરાચી,તા.૧૮
પાકિસ્તાન દુનિયામાં એવો પહેલો દેશ બન્યો છે જેણે ટાઈફોઈડને નાથવા નવી રસી બનાવી છે. ન્યુઝ ટ્રેકની ખબર મુજબ પાકિસ્તાની અધિકારીઓએ શુક્રવારે બતાવ્યું કે પાકિસ્તાનમાં હાલમાં ટાઈફોઈડના કેસોમાં મોટી સંખ્યામાં વધારો થયા બાદ પાકિસ્તાનના વૈજ્ઞાનિકોએ બનાવેલ નવી ટાઈફોઈડની રસીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મંજૂરી આપી છે. જેને સિંધ પ્રાંતમાં એક કેમ્પ યોજી લોકોને ટાઈફોઈડની રસીના ટીકા લગાવાશે. સિંધ પ્રાંતના સ્વાસ્થ્ય મંત્રી અજરા પેછૂહોએ કહ્યું કે આજથી રસીકરણ અભિયાન શરૂ થશે. ૯ માસથી ૧પ વર્ષ સુધીના ૧ કરોડ બાળકોને રસીના ટીકા લગાવાશે. પાકિસ્તાનની મોટી આબાદી ટાઈફોઈડની ચપેટમાં આવે છે. ર૦૧૭માં ટાઈફોઈડના ૬૩ ટકા કેસો નોંધાયા. જેમાં ૭૦ ટકા બાળકો શિકાર બન્યા. પાકિસ્તાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને વેકસીન એલાયન્સ ગાવીને રસી પૂરી પાડશે.