(એજન્સી) ન્યુયોર્ક,તા.૧૪
અમેરિકી વિદેશપ્રધાન રેક્સ ટીલરસન માને છે કે અમેરિકાએ ઈઝરાયેલને આપેલ ૭પ મિલિયન ડોલરની લશ્કરી સહાય પરત કરી દેવી જોઈએ. આ મુદ્દો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ ચર્ચાયેલ છે. વોશિંગ્ટન ફ્રીબેકનના જણાવ્યાનુસાર વિદેશ મંત્રાલયે વ્હાઈટહાઉસ સાથે આ મુદ્દો આગળ ધપાવી ઈઝરાયેલને અપાયેલી ૭પ મિલિયન ડોલરની મદદ પરત લેવા માટે ચર્ચા કરાઈ છે. જે દર વર્ષે અપાય છે. મિડલઈસ્ટમાં કદાચ ફરીથી સંઘર્ષ થાય તો ઈઝરાયેલ દ્વારા કોંગ્રેસ પર દબાણ લાવી વધુ સહાય મેળવવાનો પ્રયાસ થાય તો તેના પર નિયંત્રણ માટે વિવેચકો કહે છે કે ઈઝરાયેલના ઘણા લશ્કરી કાર્યક્રમો માટે વધુ ફંડની જરૂર છે. અહેવાલ નોંધે છે કે ટીલરસનના ચીફ ઓફ સ્ટાફ માર્ગરેટ પેટરલીને પણ વ્હાઈટહાઉસના નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના અધિકારી દીના પોવેલને વિદેશમંત્રીના વલણની જાણ કરી છે. દરમ્યાન ટીલરસનના પ્રવક્તાએ આવી કોઈ વાતચીતનો ઈન્કાર કર્યો છે. સૂત્રોએ કહ્યું કે વહીવટીતંત્રએ વિશ્વને કહ્યું કે વ્હાઈટહાઉસ આ વિનંતી અંગે વિચારે છે પરંતુ અંતિમ નિર્ણય ટ્રમ્પ કરશે. થોડાક દિવસોમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ વ્હાઈટહાઉસ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. ગત સપ્ટેમ્બરમાં અમેરિકા અને ઇઝરાયેલ ૧૦ વર્ષ માટે ૩૮ બિલિયન ડોલરની સહાય માટેના પેકેજ પર રાજી થયા હતા. આ સમજૂતી મુજબ વોશિંગ્ટને તેલ અવીવને દર વર્ષે ૩.૧ બિલિયન ડોલરની મદદ સમજૂતી મુજબ કરવાની રહેશે. જે ર૦૧૮માં સમાપ્ત થશે. ઈઝરાયેલે ૪.પ બિલિયન ડોલરની સહાય મંજૂર કરવા વિનંતી કરી હતી. ટીલરસનની યોજના સામે ઈઝરાયેલ તરફી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
રિપબ્લિકન સેનેટર ટોમ કોટને વિદેશ વિભાગને ચેતવણી આપતાં કહ્યું કે આવું પગલું ગાંડપણ હશે. જે ઈઝરાયેલ સાથે સંઘર્ષ લાવશે. ઓબામાના શાસનમાં આવી વિનંતી પરત કરાઈ હતી. ઈરાન સાથે પરમાણુ સંધિ અને ઈઝરાયેલ-પેલેસ્ટીની સંઘર્ષના મુદ્દે ઓબામા તંત્ર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ટ્રમ્પના શાસનમાં આ મુદ્દો ગરમાયો છે. કેરોલીનાના સેનેટર લીન્ડસે ગ્રેહામ અને બીજા રિપબ્લિકન સેનેટરે આ સમજૂતીનો વિરોધ કરી કહ્યું કે તેઓ ઈઝરાયેલને મળેલ વધારાની ૭પ મિલિયન ડોલરની સહાય પરત લેવા કહેશે. જે ર૦૧૭ના નાણાકીય વર્ષમાં મંજૂરી માટે બિલમાં સામેલ હતી.
ટીલરસને ટ્રમ્પ પાસે ઈઝરાયેલને આપેલ ૭પ મિલિયન ડૉલરની સહાય પરત લેવા માગણી કરી

Recent Comments