(સંવાદદાતા દ્વારા) વઢવાણ, તા.૧
વઢવાણ તાલુકાના ટીબા ગામે બે જ્ઞાતિના પરિવારો વચ્ચે કોર્ટમાં કેસ ચાલતાં હોઈ સમાધાન ન થતાં હુમલો કરાયો હતો. જેનું સારવાર દરમ્યાન મોત થતા બનાવ હત્યામાં પરિણમતા ૯ વ્યક્તિઓ સામે ગુનો દાખલ થયો હતો. આ અંગેનો કેસ સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા કોર્ટે ૬ શખ્સોને દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા કરી છે.
વઢવાણ તાલુકાના ટીંબા ગામે રહેતા કાનાભા લાલજીભાઈ પરમાર સામે વર્ષ-ર૦૧રમાં બોલાચાલી કરવા બાબતે ટોકરભાઈ જગાભાઈ જીલીયાએ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારે આ અંગેનો કોર્ટમાં કેસ ચાલતા કાનભા અવારનવાર ટોકરભાઈના સમાધાન કરવાનું દબાણ કરતા કરતા. પરંતુ આ બનાવમાં સમાધાન થતા કાનભા લાલજીભાઈ પરમાર સહિત ૯ શખ્સોએ તા.૯-૪-૧૪ ના રોજ ટીબા ગામના રસ્તા પર પસાર થતા ટોકરભાઈ જગાભાઈ જીલીયા પર લાકડા, લોખંડના સળિયા ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી રૂા.૩ હજારની લૂંટ ચલાવી હતી.
આ ઉપરાંત આ શખ્સોએ સાહેદ કૈલાસબેન પર પિસ્તોલ તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમ્યાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ટોકરભાઈ જીતિયાનું તા.૧૩-૪-૧૪ના રોજ સારવાર દરમ્યાન મોત થયું હતું. આથી આ બનાવ હત્યામાં પરિણમતા ૯ શખ્સો સામે વઢવાણ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. આ અંગેનો કેસ સુરેન્દ્રનગરની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં જજ એમ.એમ. પવારે આ કેસમાં સરકારી વકીલ તરલેશભાઈ વ્યાસની દલીલોનું મરણોત્તર નિવેદન અને તમામ આધાર પુરાવાને ધ્યાને લઈ કાનજીભાઈ કાનામા લાલજીભાઈ પરમાર, રણજીતભાઈ (ઉર્ફે) લાલો હરદાસભાઈ ગોહિલ, જયેશ (ઉર્ફે) જશુ હરદાસભાઈ ગોહિલ, વિજય (ઉર્ફે) લાલો પ્રતાપભાઈ ગોહિલ સુનીલ ઉર્ફે ઘનશ્યામભાઈ જેઠાભાઈ ગોહિલ સહિત છને આજીવન કેદ ઉપરાંત દરેકને રૂા. પ હજારનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે.