માંગરોળ, તા.૨૮
માંગરોળ નગરપાલિકામાં ૨૦૧૫-૧૬ના સમયગાળામાં હાઈમસ પોલ અને સ્ટ્રીટ લાઈટ ઓટોમેટીક ટાઈમરની ખરીદીમાં ગેરરીતી આચરાઈ હોવાની ફરીયાદો ઉઠી હતી. જે બાદ આ અંગે કલેક્ટરે હસ્તક્ષેપ કરી તપાસ કરાવી અને નગરપાલિકાના નિયામકને આ અંગે રીપોર્ટ સોપ્યો હતો. આ બાબતે ઉચ્ચકક્ષાએ થયેલી રજૂઆતના પગલે આખરે એક વર્ષ બાદ એસીબીએ ત્રણેય આરોપીઓ સામે ભ્ર.નિ.અધિ.ની કલમ મુજબ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે.
માંગરોળ નગરપાલિકામાં ભાજપના ટેકાથી કોંગ્રેસ શાસિત પાલિકા હતી ત્યારે ૨૦૧૬માં સ્ટ્રીટલાઈટના ઓટોમેટીક ટાઈમરની ખરીદીમાં ભારે ગોટાળો થયો હતો. જેને લઈને થયેલી ફરિયાદને આધારે તપાસને અંતે રવિવારે જૂનાગઢ એસીબીમાં માંગરોળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનીષ પ્રેમજીભાઈ ગોહેલ, પૂર્વ પ્રમુખ મહમદ હુસેન મુસાભાઈ જેઠવા(ઝાલા) અને તત્કાલીન ઓફિસર બાબુ.એમ.રાવળ એમ ત્રણ વ્યક્તિઓએ સત્તાનો દુરઉપયોગ કરી ૫૦ લાખની ઉચાપત કર્યાનું ખૂલતા આ તમામ સામે ગુનો નોંધાયો છે. કૌભાંડ આચરવાનાં ઇરાદે સેલટેક્ષ અને ટીન નંબર વગરનાં ડુપ્લીકેટ બિલો છપાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી તમામ રેકર્ડ કબજે લેવા માંગણી કરી હતી. જે અંતર્ગત માંગરોળ આમ આદમી પાર્ટીના કાર્યકર યુસુફ ચાંદ એ માંગરોળ પાલિકા વિરૂદ્ધ જિલ્લા કલેકટરને કરવામાં આવેલી ફરીયાદમાં જણાવાયું છે કે, માગરોળ પાલીકા દ્વારા સ્ટ્રીટ લાઇટો ચાલુ બંધ કરવા ઓટોમેટીક ઇલેકટ્રીક ટાઇમરો ની નિયમ વિરૂદ્ધ ખરીદી કરી મોટો ભ્રષ્ટ્રાચાર કરેલ છે. ટાઇમરની ખરીદીનો રીપોર્ટ ઇલેકટ્રીક શાખાનાં સુપરવાઇઝર પાસેથી દબાણ કરીને પાછળથી લેવામાં આવ્યો છે. અંદાજીત રૂ.૧૮ લાખનાં ટાઇમરની ખરીદીમાં ઓનલાઇન પ્રક્રીયા હાથ ધરવામાં આવી નથી. ઉપરાંત ખરીદીનો માલ આવે તે પહેલા તો અડધી રકમનો એડવાન્સ ચુકાદો થઇ ગયો હતો. જ્યારે બાકી રકમ તા.૧૯/૧૦/૨૦૧૫નાં રોજ ચુકવાઇ છે. ભાવોનું જે સરખામણી પત્રક બનાવવામાં આવેલ છે. તેમાં તારીખ પણ નાખવામાં આવેલ નથી. જે તે સમયનાં પ્રમુખે શેરો મારી સરખામણી પત્રકનાં ભાવો મંજુર કરેલ છે. જે કૌભાંડ કરવાનાં ઇરાદે પાછળથી ઉંભુ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
ન.પા.ને લગતી સામાન્ય કામાગીરીમાટે દિવસો નિકળી જાય છે. જ્યારે આ કિસ્સામાં માત્ર ત્રણ દિવસમાં અગત્યની કામગીરી આટોપી લેવાઇ છે. ગત તા.૧૨/૮/૨૦૧૫નાં રોજ અમદાવાદની એક પેઢીને વર્કઓર્ડર(જાવક નં.૧૮૩/૨૦૧૫/૨૦૧૬) આપવામાં આવ્યો હતો. બીજા દિવસે તા.૧૩નાં ૬૨ ટાઇમરનું રૂ.૧૭,૯૨,૪૨૦નું બિલ રજુ થયુ હતું અને તા.૧૪નાં રોજ ટાઇમર આવવા પહેલા જ આ બિલ પૈકી અડધી રકમ રૂ.૮,૯૬,૨૧૦ની રકમનું તત્કાલિન પ્રમુખ તેમજ ચિફ ઓફિસરની મંજુરીથી ચુકવણું પણ થઇ ગયું હતું. સૌથી નવાઇની વાત તો એ છે કે, પાલીકા દ્વારા ખરીદમા ૬૨ ટાઇમરો નો ચુકાદો કરેલ છે. પરંતુ ટાઇમરો ફકત ૩૨ જ આવેલ છે. અને ૩૦ નંગ ટાઇમરો આવેલ ના હોવા છત્તા પણ પાલીકા ના પદાધિકારીઓ દ્વારા ડુબ્લીકેટ તેમજ ટેકસ ટીન નંબર વિનાના બીલો છપાવી બીલનો ચુકાદો કરવામા આવેલ હતો. સહિતની ફરિયાદ ઉચ્ચકક્ષાએ પહોંચી હતી.
ACBના અધિકારી શું કહે છે!
જૂનાગઢ એસીબીના ઈન્ચાર્જ પી.આઈ.ડી.ડી.ચાવડાએ જણાવ્યું છે કે, એક વર્ષ પહેલા વિભાગને મળેલી તપાસ પછી આજે ગુનો નોંધાયો છે. જેમાં પાલિકાના આ સત્તાધિશો તથા હાલ નિવૃત અને તત્કાલીન ચીફ ઓફિસર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ૬૫ને બદલે ૩૨ ટાઈમર આવ્યા અને બીલનું ચૂકવણું પૂરા ટાઈમરનું ૩૦ લાખનું કરાયું હતું. જેમાં એક ટાઈમરની કિંમત ૬ હજાર હોવા છતાં ૨૮ હજાર ઉધારવામાં આવી હતી. સત્તાનો દુરઉપયોગ કરવાના ગુનામાં દસ વર્ષની સજા થઈ શકે છે.સત્તા પરથી રદબાતલ પણ થઈ શકે.