(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા ૨૦૧૫ની ટોપર ટીના ડાબીએ વધુ એક ઉપલબ્ધી હાંસિલ કરી છે. લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશન, મસૂરીમાં બે વર્ષની ટ્રેનિંગ પ્રોગ્રામ દરમિયાન તેણીને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ ગોલ્ડમેડલથી નવાજવામાં આવી. એટલે કે, માત્ર પરીક્ષા જ નહીં પણ જોબની ટ્રેનિંગમાં પણ તેણીએ પ્રથમ સ્થાન મેળવ્યો છે. પોતાની આ ઉપલબ્ધીની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅયર કરતા ટીનાએ લખ્યું કે, વેલીડિકશન સેરેમનીમાં મને મારી બેન્ચમાં ‘પ્રેસિડેન્ટ ગોલ્ડ મેડલ ફૉર ફર્સ્ટ ઇન ઓર્ડર લફ મેરિતથી નવાજવામાં આવી. હું ખૂબ જ ખુશ છું અને હું આ મેડલ મારા પરિવાર અને મારા પતિને સમર્પિત કરું છું. તેમના વગર હું આ ઉપલબ્ધી ન હાંસિલ કરી શકી હોત. આ સપોર્ટ, પ્રેમ અને ફરીથી ફર્સ્ટ રેન્ક લાવવામાં મદદ કરવા માટે ખૂબ-ખૂબ આભાર. ટીનાના પ્રશંસકોએ પણ ટીનાને આ ઉપલબ્ધી માટે શુભકામનાઓ પાઠવી હતી. ટીનાએ એપ્રિલ ૨૦૧૮માં અતહર આમિર ઉલ શફીખાનથી લગ્ન કર્યા હતા. કાશ્મીરમાં રહેનાર અતહર આમિર ઉલ શફી ખાને સિવિલ પરીક્ષા ૨૦૧૫માં બીજો રેન્ક હાંસિલ કર્યો હતો. ટીના અને અતહર બંને રાજસ્થાન કેડરના ઓફિસર છે.