(એજન્સી) મેંગ્લુરૂ, તા. ૧૨
કર્ણાટકમાં રાજ્ય સરકારે ટીપુ સુલ્તાનની જન્મ શતાબ્દી ઉજવવાની યોજના બનાવી ત્યારે કેટલાક વિસ્તારોમાંથી વિવાદ ઉભો થયો જ્યારે પશ્ચિમ ઘાટના પર્વતીય વિસ્તારમાં આવેલા કોલ્લૂર શ્રી મુકામ્બિકા મંદિરમાં દરરોજ ‘ટાઇગર ઓફ મૈસૂર’ના નામથી દરરોજ ખાસ પુજા થાય છે. ટીપુ સુલ્તાનની આ મંદિરની મુલાકાતની યાદમાં મંદિરમાં સલામ મંગલઆરતી યોજાય છે જે દરરોડ સાંજે ૭.૩૦ વાગે થાય છે અને તેને પ્રડોશા પુજે તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે, મંદિરના સત્તાવાળાઓ કહે છે કે ટીપુએ મુલાકાત લીધી હોય તેવા પુરાવા નથી. કોલ્લૂર શ્રી મુકામ્બિકા મંદિરના પ્રવક્તા ટીઆર ઉમાએ કહ્યું કે, સલામ મંગલઆરતી કાંઇ નથી પણ મંદિરની મંગલઆરતી દરરોજ સાંજે થાય છે. તેમણે કહ્યું કે, સલામ મંગલઆરતી કોઇ મંદિરની કોઇ દસ્તાવેજી પુરાવાવાળી પરંપરા નથી.
ઉમાએ કહ્યું કે, આ પરંપરા કેટલાક વર્ષોથી પાળવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે, ટીપુ સુલ્તાન દ્વારા મંદિરની મુલાકાતની યાદમાં આ પુજા થાય છે. અહીં મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને અધિકારીઓનુ સન્માન જાળવવાની પરંપરા છે. જ્યારે વીઆઇપીઓ અહીં આવે છે જ્યારે મંદિરનો સ્ટાફ તેમને ટોર્ચ લઇને મંદિરની મુલાકાત કરાવે છે. વીઆઇપીઓની હાજરીમાં દેવતાઓને સમર્પિત મંગલઆરતી કરાય છે. અત્યારે પણ અધિકારીઓ અહીં આવે છે ત્યારે સાંજે પુજા થાય છે. ઇતિહાસકાર ઉદય બારકુરે કહ્યું કે, રાજાઓ અને સરકારી પ્રતિનિધિઓનું સન્માન કરવાની પરંપરા એ મંદિરની સામાન્ય બાબત છે. ટીપુ સુલ્તાને કોલ્લૂર મંદિરથી ૧૦ કિ.મી. દૂર આવેલા શંકરનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. બીજી તરફ મંદિરના મુખ્ય પુજારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બી જનાર્દન રેડ્ડીએ કહ્યું કે, ટીપુ સુલ્તાન હિંદુ વિરોધી ન હતા. તેઓ હિંદુ વિરોધી શાસક પણ ન હતા. જે શાસક મંદિરમાં પુજા કરવા આવે તેને હિંદુ વિરોધી કઇ રીતે કહી શકાય ? આપણે દેશભક્તને દેશ વિરોધી કઇ રીતે કહી શકીએ ? ટીપુ સુલ્તાનની જન્મ શતાબ્દીની ઉજવણીનો વિરોધ કરનારા લોકોએ ઇતિહાસ વાંચવો જોઇએ. પોતાના ધર્મને કારણે શાહરૂખ ખાનને પણ દેશવિરોધી કહી દેવાયો હતો. પુજારીએ કહ્યું કે, ટીપુ સુલ્તાનની જન્મ શતાબ્દી ઉજવવામાં કાંઇ જ ખોટું નથી.